• Home
  • News
  • IPLમાં ગુજરાત બોર્ડે સૌથી વધુ કમાણી કરી:શરૂઆતની 70 મેચ માટે સ્ટેટ એસોસિયેશનને 45 કરોડ 36 લાખ રૂપિયા મળશે
post

UP એસોસયેશનનું લખનઉમાં એકાના સ્ટેડિયમ છે. તે પ્રથમ વખત IPL મેચનું આયોજન કરી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-10 19:02:18

સ્ટેટ એસોસિયેશન IPLથી જંગી કમાણી કરે છે. તેમને BCCI તરફથી કમાણીનો હિસ્સો મળે છે. BCCI દરેક મેચ માટે સ્ટેટ બોર્ડને 64 લાખ 80 હજાર રૂપિયા આપે છે. BCCI 70 મેચ (પ્લેઓફ સિવાય) માટે સ્ટેટ બોર્ડને કુલ 45 કરોડ 36 લાખ રૂપિયા આપશે.

ગુજરાત સ્ટેટ એસોસયેશન આ 16મી સિઝનથી સૌથી ધનિક બનવા જઈ રહ્યું છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 8 મેચનું આયોજન કરશે, જે તેમને મહત્તમ રૂ. 5.18 કરોડ મળશે. મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, લખનઉ જેવા સાત સ્ટેડિયમ 7-7 મેચની યજમાની કરશે. આ તમામના એસોસિયેશનને 4.53-4.53 કરોડ રૂપિયા મળશે. ગુવાહાટી અને ધર્મશાલા સ્ટેડિયમને સૌથી ઓછી રકમ મળશે. આ બન્નેને 1.29-1.29 કરોડ રૂપિયા મળશે.

એકાના સ્ટેડિયમનું IPLમાં ડેબ્યુ
UP
એસોસયેશનનું લખનઉમાં એકાના સ્ટેડિયમ છે. તે પ્રથમ વખત IPL મેચનું આયોજન કરી રહ્યું છે. આ સ્ટેડિયમમાં 7 મેચ રમાશે, જેના કારણે આ સ્ટેડિયમને 4 કરોડ 53 લાખ 60 હજાર રૂપિયા મળશે. BCCIએ આસામ એસોસિયેશનના ગુવાહાટી અને હિમાચલ એસોસયેશનની ધર્મશાલાને પ્રથમ વખત IPL મેચ યોજવાની તક આપી.

ગુવાહાટીનું બારસપારા સ્ટેડિયમ આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનું બીજું હોમ ગ્રાઉન્ડ છે જ્યારે ધર્મશાલા પંજાબ કિંગ્સનું બીજું હોમ ગ્રાઉન્ડ છે. આ બન્નેમાં બે-બે મેચ રમાશે. આ બન્ને સ્ટેડિયમને 1 કરોડ 29 લાખ 60 હજાર રૂપિયા મળવાના છે.

2019 પછી પ્રથમ મેચ મોહાલી-જયપુરમાં
BCCI
2019 પછી પહેલીવાર પંજાબ એસોસયેશનને મોહાલી અને રાજસ્થાન એસોસયેશનને સવાઈ માનસિંહ સ્ટેડિયમ (જયપુર) આપ્યું છે. આ બન્ને સ્ટેડિયમમાં સિઝનની 5-5 મેચ યોજાવવાની છે. ભારત-ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટથી પ્રસિદ્ધિમાં આવેલા ઈન્દોરમાં 2018થી IPL મેચ યોજાઈ નથી. 2018થી પૂણેમાં IPL મેચ રમાઈ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post