• Home
  • News
  • ધો. 10 પરિણામ સુરત: સુરતે ફરી ડંકો વગાડ્યો, 74.66 ટકા સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યું
post

A-1 ગ્રેડમાં પણ સૌથી વધુ 350, A-2 ગ્રેડમાં પણ સૌથી વધુ 4585

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-09 11:45:47

સુરત: આજે ધો.10ના વિદ્યાર્થીઓનું 60.64 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 74.66 ટકા છે. સુરતનું પરિણામ સૌથી વધુ આવતા ધોરણ 10નાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

A-1 ગ્રેડમાં સૌથી વધુ
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં કુલ 60.64 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત જિલ્લાનું રાજ્યમાં સૌથી વધુ કુલ 74.66 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરતી સ્ટુડન્ટસે રાજ્યભરમાં ડંકો વગાડતાં કુલ 350ને A-1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

સુરત જિલ્લાનું પરિણામ ઘટ્યું
ધોરણ 10ની પરીક્ષામાં સુરત જિલ્લાને ગત વર્ષે માર્ચ 2019માં 79.63 ટકા પરિણામ પ્રાપ્ત થયું હતું. જેમાં આ વર્ષે પાંચ ટકા જેટલા ઘટાડા સાથે માર્ચ 2020માં લેવાયેલી પરીક્ષામાં કુલ 74.66 ટકા પરિણામ પ્રાપ્ત થયું છે. જે રાજ્યમાં સૌથી વધુ છે.

એ-2 ગ્રેડમાં પણ સુરત પ્રથમ ક્રમે
રાજ્યમાં સુરતના સ્ટુડન્ટસને સૌથી વધુ A-2 ગ્રેડ પ્રાપ્ત થયા છે. જેમાંથી માત્ર સુરતના જ 4585 સ્ટુડન્ટસને A-2 ગ્રેડ મળ્યાં છે. જે રાજ્યમાં A-1ની જેમ જ સુરત જિલ્લાના સૌથી વધુ A-2 ગ્રેડ ધારી સ્ટુડન્ટસ છે. સ્ટુડન્ટસની ઝળહળતી સફળતાના પગલે શાળા અને પરિવાર દ્વારા ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તો સ્ટુડન્સ સારા પરિણામ મેળવતાં ખુશીનો માહોલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post