• Home
  • News
  • મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પણ ક્વોરન્ટીન થવું પડશે! મંત્રી અને ધારાસભ્યના સંપર્કમાં આવ્યાની તપાસ શરૂ
post

શનિવારે વિજય રૂપાણી અને નીતિન પટેલ તથા અન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં ઝાલાવાડિયા હાજર રહ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-08 12:10:05

ગાંધીનગર: રાજ્યના એક મંત્રી અને ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવતા હવે તેમના સંપર્કમાં મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી આવ્યા હોવાની વાત ચાલી રહી છે. ત્યારેમુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પણ ક્વોરન્ટીન થવું કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે. આ માટે આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ ગઈ છે,

આરોગ્ય વિભાગ તપાસ માટે સક્રિય થયો
ગુજરાતના વન મંત્રી રમણલાલ પાટકર અને સુરત કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી આ બંનેના સંપર્કમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આવ્યા હોવાની તપાસ કરવા આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો છે. રાજ્યના મંત્રી રમણલાલ પાટકરને કોરોના પોઝિટિવ આવતા ફરી એકવાર સરકાર અને સચિવાલયમાં દોડધામ મચી ગઇ છે. માનવામાં આવે છે કે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ મંત્રી પાટકરને મળ્યા હતા,

ઝાલાવાડિયાની કોન્ટેક્ટમાં આવેલાના રિપોર્ટ કરાઈ રહ્યા છે
સુરત કામરેજના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.  કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશનની ટીમ દોડતી થઈ છે. હાલ તેમને ઘરે જ કોર્પોરેશની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરી રિપોર્ટ કરાઈ રહ્યા છે.

ઝાલાવાડિયાનો રિપોર્ટ આવતા સરકાર અને અધિકારીઓ ચિંતામાં
ઝાલાવાડિયાના પોઝિટિવ રિપોર્ટને કારણે રાજ્ય સરકારની ચિંતા પણ વધી ગઈ છે. કારણ કે શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને અન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં પણ તેઓ હાજર રહ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post