• Home
  • News
  • ગુજરાતમાં સતત બીજા વર્ષે 100%થી વધારે વરસાદ અને માર્ચથી જૂન વચ્ચે લૉકડાઉનમાં 48% પાણીના ઓછા વપરાશને કારણે 2 વર્ષનું પાણી એકત્રિત
post

કૃષિ ઉદ્યોગોમાં તેજી આવશે, ખેડૂતોની આવક વધશે, ઘાસચારાની તંગી નહીં રહે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-25 11:51:38

રાજ્યમાં આ વર્ષે ઓગસ્ટમાં જ 100 ટકાથી વધારે વરસાદ થઇ ગયો છે. 2019માં કુલ સરેરાશ વરસાદ 146 ટકા હતો, 2017માં 112 ટકા હતો. 2018માં 76 ટકા હતો. છેલ્લા 4 વર્ષમાં 3 વર્ષ 100 ટકાથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં આ વર્ષે ઓગસ્ટમાં જ 100 ટકાથી વધારે વરસાદ થઇ ગયો છે. 2019માં કુલ સરેરાશ વરસાદ 146 ટકા હતો.

રાજ્યમાં 4 વર્ષમાં 3 વર્ષ 100 ટકાથી વધારે વરસાદ
રાજ્યમાં આ વર્ષે ઑગસ્ટ મહિનામાં જ 100 ટકાથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 2019માં કુલ સરેરાશ વરસાદ 146 ટકા નોંધાયો હતો, 2017માં 112 ટકા હતો. 2018માં 76 ટકા હતો. આ વર્ષે લૉકડાઉનના લીધે 48% પાણીનો ઓછો વપરાશ થયો હતો.

આગામી 2 વર્ષ પીવાના પાણીની જરા ચિંતા નહીં
સતત બીજા વર્ષે 100 ટકા વરસાદથી અને એ પણ સાર્વત્રિક વરસાદથી તમામ વિસ્તારનો જળાશયોમાં પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની આવકથી રાજ્યમાં પીવાના પાણીની તંગી સર્જાવાની સંભાવનાઓ નહીવત છે.

નપાણિયા વિસ્તારોની પણ સિકલ બદલાઇ ગઇ
આ વર્ષે રાજ્યના તમામ ઝોનમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નપાણિયા ગણાતા કચ્છમાં 188 ટકા છે. 2019માં કચ્છમાં 186 ટકા, ઉત્તર ગુજરાતમાં 120, મધ્ય ગુજરાતમાં 131, સૌરાષ્ટ્રમાં 155 અને દક્ષિણ ગુજરાતમાં 149 ટકા વરસાદ નોંધાયો હતો.

શિયાળુ પાકને ફાયદો, ઉનાળુ પાકમાં પણ સિંચાઇનો લાભ થશે, કૂવાઓ રિચાર્જ થયા
રાજ્યમાં અત્યાર સુધી 71 ટકા જળસંગ્રહ છે. ગત વર્ષે પણ ડેમો ભરાયેલા હતા. લૉકડાઉનમાં પાણીના ઓછા વપરાશથી પણ ફાયદો થયો છે. રાજ્યમાં 93 હજાર આસપાસ ચેકડેમથી 2.25 લાખ કૂવા-બોર પણ રિચાર્જ થયાનો અંદાજ છે.

કૃષિ ઉદ્યોગોમાં તેજી આવશે, ખેડૂતોની આવક વધશે, ઘાસચારાની તંગી નહીં રહે
ગત શિયાળામાં અંદાજે 42 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું એમ આ શિયાળામાં પણ સારું વાવેતર થશે. કોરોનામાં ફસાયેલા અર્થતંત્રને નવો વેગ મળશે. ઘાસચારાની ચિંતા ટળતાં પશુઓનું માઇગ્રેશન અટકશે જેની અસર દૂધના ઉત્પાદનો પર થશે.

69 તાલુકામાં 40 ઇંચ તો 181માં 10-40 ઇંચ પાણી
સરદાર સરોવરમાં સંગ્રહ 66 ટકા જ્યારે 127 મીટર છે. ગયા વર્ષે આ જ સમયે નર્મદામાં જળસંગ્રહ 75 ટકા હતો. રાજ્યના 69 તાલુકાઓમાં 40 ઇંચથી પણ વધુ વરસાદ, 139માં 20થી 40 ઇંચ વચ્ચે, 42 તાલુકાઓમાં 10થી 20 ઇંચ વચ્ચે વરસાદ છે. દાહોદ અને ડાંગ સિવાય કોઇ જિલ્લામાં વરસાદની ઘટ નથી. છેલ્લા 6 વર્ષમાં આ વખતે સૌથી વધુ વરસાદ છે.

adv

Related News

post
post
post
post
post
post
post