• Home
  • News
  • GUJARAT CORONA UPDATE: નવા 36 કેસ, 90 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
post

રાજ્યમાં કોરોનાના આંકડા નહીવત્ત થઇ ચુક્યા છે. આજે રાજ્યમાં માત્ર 38 કેસ જ આવ્યા હતા. તો બીજી તરફ 90 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,13,673 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણનાં મોરચે પણ લડી રહી છે. આજના દિવસમાં 3,86,712 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-16 11:56:01

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આંકડા નહીવત્ત થઇ ચુક્યા છે. આજે રાજ્યમાં માત્ર 38 કેસ જ આવ્યા હતા. તો બીજી તરફ 90 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,13,673 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણનાં મોરચે પણ લડી રહી છે. આજના દિવસમાં 3,86,712 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 637 દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી 8 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 629 સ્ટેબલ છે. 8,13,673 દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચુક્યા છે. 100074 દર્દીઓનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે રાહતની વાત છે કે કોરોનાને કારણે આજે એક પણ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી એક પણ દર્દીનું મોત નથી થયું જે સકારાત્મક બાબત છે.

રસીકરણની વાત કરીએ તો હેલ્થકેરન વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 11303 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 123902 નાગરિકોને પ્રથમ 71190 નો રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 171690 દર્દીઓને રસીનો પ્રથમ અને 8627 દર્દીઓને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. કુલ 3,86,712 લોકોને આજનાં દિવસમાં રસી અપાઇ છે. 2,87,54,257 લોકોને અત્યાર સુધીમાં કોરોનાની રસીનો એક અથવા તો બંન્ને ડોઝ મળી ચુક્યાં છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post