• Home
  • News
  • ખેડૂતોને શાકભાજી-ફ્રુટને માર્કેટમાં લઈ જવા દેવાશે, થ્રેસર-હાર્વેસ્ટરના ડ્રાઈવરોને પણ અવર જવરની છૂટ
post

પાકના મર્યાદિત વિસ્તારોમાં પિયત અને પાક જાળવણી માટે જે તે ખેતરના ખેડૂતોને અવરજવરની છૂટ રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-30 09:05:05

અમદાવાદઃ કોરોનાને કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનને કારણે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ખેડૂતો લોકડાઉનની પરિસ્થિતિમાં રવિ પાકની લણણી કરી શકે તે માટે ખેડૂતોને કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ રવિ પાકને લણવાનો સમય હોવાથી પાક કાપણી માટે હાર્વેસ્ટર અને થ્રેસર જેવા સાધનોના માલિક, ડ્રાઈવર, મજૂરો વગેરેને આ હેતુસર અવરજવરની  છૂટ આપવામાં આવી છે. ફળ અને શાકભાજીના ખેડૂતોના ઉત્પાદનો જલ્દી નાશ પામતાં હોવાથી તે પણ માર્કેટમાં નિર્ધારિત સમયે લઈ જવાની છૂટ રહેશે.

ખેડૂતો પાણી વાળવા પણ જઈ શકશે
પાકની કાપણી પછી કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતરથી ઘર કે પાક સંગ્રહ ગોડાઉન સુધી પાક લઈ જવાની છૂટ રહેશે. બાગાયત પાકો અને ઉનાળુ પાકના મર્યાદિત વિસ્તારોમાં પિયત અને પાક જાળવણી માટે જે તે ખેતરના ખેડૂતોને અવરજવરની છૂટ રહેશે. પિયત માટે વીજ પુરવઠો થોડા દિવસ દિવસે અને થોડા દિવસ રાત્રે આપવામાં આવે છે. આથી રાત્રિ પાવર હોય તે દિવસોમાં આવા મર્યાદિત ખેતરના ખેડૂતો રાત્રિ વીજળી પુરવઠાના દિવસો પૂરતાં રાત્રે ખેતરે જઈ આવી શકશે. મુખ્યમંત્રીએ આ સિવાયના અન્ય ખેડૂતો પોતાના ઘરમાં જ રહીને લોકડાઉનનું પાલન કરી કોરોનાના સંક્રમણથી બચે અપીલ પણ કરી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post