• Home
  • News
  • શંકરસિંહે NCPથી છેડો ફાડ્યો, 50 વર્ષની રાજનીતિમાં 5 વાર પક્ષ બદલ્યાઃ સોમવારે સત્તાવાર રાજીનામું આપ્યું
post

શંકરસિંહ વાઘેલા ‘પ્રજા શક્તિ મોરચો’ નામની નવી પાર્ટી બનાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-23 11:37:41

અમદાવાદ: ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજકારણી શંકરસિંહે આખરે એનસીપી સાથેથી છેડો ફાડ્યો છે. સોમવારે તેમણે સત્તાવાર રીતે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પક્ષના પ્રમુખની નિમણૂંક સામે પોતાની નારાજગી અંગે જણાવતી વખતે તેમણે પક્ષ છોડશે તેવી જાહેરાત કરી હતી. હવે શંકરસિંહ પોતાની જૂની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી(રાજપા) શરુ કરવા માંગે છે.

શંકરસિંહે અત્યાર સુધીમાં કયા કયા પક્ષ છોડ્યાં
માં સૌ પહેલા તેઓ ભાજપ(જનસંઘ)માં જોડાઈને રાજકીય સફર શરૂ કરનારા શંકરસિંહે ભાજપ બાદ રાજપાની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને કેન્દ્રમાં કાપડ મંત્રી પણ બન્યા. જો કે 2017 વિધાનસભા ચૂંટણી સમયે તેમણે કોંગ્રેસને રામરામ કર્યા અને જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કરી હતી. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ગજ ન વાગતા તેઓ જૂન 2019માં NCPમાં જોડાયા હતા. પરંતુ એક વર્ષમાં જ તેમણે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે.

ગુજરાતમાં ત્રીજો મોરચો ફાવ્યો નહીં
આ પૂર્વે શંકરસિંહે 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. તે પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જન વિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ તે વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો ન હતો. તે પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્વ જળવાતું ન હોય તેવું લાગ્યું હતું. હવે નવી પાર્ટી શરુ કરીને શંકરસિંહ પોતાની રીતે દસ બેઠકો માટે યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી અને આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં પણ પોતાના ઉમેદવારો ઊભા રાખવા વિચારી રહ્યા છે. હજુ સુધી ગુજરાતમાં ત્રીજો મોરચો ફાવ્યો નથી, પરંતુ શંકરસિંહ કહે છે કે તેઓ પોતાના ઉમેદવાર દરેક બેઠક પર ઊભા રાખશે.

કોંગ્રેસને બદલે ભાજપને વોટ આપતાં કાંધલ જાડેજાને NCPએ શો-કોઝ નોટિસ ફટકારી
રાજયસભાની ચૂંટણીના 19મીએ જુનના યોજાયેલા મતદાનમાં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને કોંગ્રેસના ઉમેદવારને મત આપવાનો વ્હીપ એનસીપીએ આપ્યો હતો. છતાં તેમણે ભાજપના ઉમેદવારને મત આપતા એનસીપીએ તેમને સસ્પેન્ડ કેમ ન કરવા તેની શો-કોઝ નોટીસ ફટકારી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post