• Home
  • News
  • કોરોના સામે લડવાની તૈયારી:ગુજરાતે રાજ્યની અડધી પ્રજાને રોગ પ્રતિકારક હોમિયોપેથિક દવા આપી, કોરોના ફેલાતો અટકાવવા માર્ચથી આપવાની શરૂઆત કરી હતી
post

આરોગ્ય વિભાગે કહ્યું કે, આયુષ લોકોની ઇમ્યુનિટી વધારવા માટે ફાયદાકારક રહ્યું છે અને તેની સાથે જ ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ બનાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 09:52:52

ગુજરાત સરકારે દેશમાં કોરોના સંક્રમણ ફેલાયું ત્યારે જ રાજ્યવાસીઓને રોગ પ્રતિકારક હોમિયોપેથિક દવા આપવાની શરૂ કરી દીધી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ને મોકલવામાં આવેલા રિપોર્ટમાં રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતુ કે, માર્ચથી લઇને અત્યાર સુધી ગુજરાતમાં અડધી જનતાને હોમિયોપેથિક દવા આર્સેનીશિયમ એલ્બમ-30 આપવામાં આવી છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે WHOમાં 20 ઓગસ્ટે રાજ્યની કોરોના સામેની લડવાની રણનીતિ વિષય અંતર્ગત રિપોર્ટ મોકલ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, રાજ્યના 3.48 કરોડ લોકોને દવા આપવામાં આવી છે. આ સંખ્યા રાજ્યમાં 6.6 કરોડની વસ્તીના અડધાથી વધારે છે.

ક્વોરન્ટીનમાં આયુષનો ઉપયોગ કરનારા 99.6 ટકા લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
આ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, આ વાતની કોઈપણ વૈજ્ઞાનિક સાબિતી નથી કે આ હોમિયોપેથિક દવા કોરોના વાઇરસ સામે લડવા માટે કામ કરે છે. આ તથ્ય પર મેડિકલ પ્રેક્ટિશનર્સ અને હોમિયોપેથિક એક્સપર્ટે પણ સહમતિ દર્શાવી છે.

આ રિપોર્ટ પ્રમાણે, જે લોકોને પોતાના ક્વોરન્ટીન સમય દરમિયાન આયુષ (આર્યુવેદ, યોગ, નેચરોપેથી, સિદ્ધ અને યુનાની)ની રીતો ઉપયોગમાં લીધી હતી, તેમાંથી 99.6 ટકા લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આરોગ્ય વિભાગે કહ્યું કે, આયુષ લોકોની ઇમ્યુનિટી વધારવા માટે ફાયદાકારક રહ્યું છે અને આ અંતર્ગત જ આયુષ ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ પણ બનાવવામાં આવ્યો હતો. આ સાથે જ એક રિસર્ચ પણ કરવામાં આવી રહ્યું છે કે, જેનાથી ટ્રિટમેન્ટની ક્ષમતાનો અંદાજો લગાવી શકાય. ક્વોરન્ટીન દરમિયાન 33,268 લોકોને આયુષ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને તેમાંથી અડધાથી વધારે લોકોને હોમિયોપેથિક દવા આપવામાં આવી હતી. જેનાથી ફાયદો થયો હતો.

આરોગ્ય સચિવે કહ્યું - દવા ઉપર હજુ વધારે એનાલિસિસ કરવું જરૂરી
એક અધિકારીએ જણાવ્યા મુજબ, આર્સેનીશિયમ એલ્બમ-30ના કોરોના વાઇરસ સામેના પ્રભાવનો ક્લિનિકલ ટ્રાયલ એટલો પ્રભાવશાળી નહોતો. પરંતુ, ગુજરાતના આરોગ્ય સચિવ જયંતીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આર્સેનીશિયમ એલ્બમ-30ની ક્ષમતા પર એટલે ભરોસો કરી રહે છે, કારણ કે હજારો લોકોને આ દવા ક્વોરન્ટીન સમય દરમિયાન આપવામાં આવી હતી અને તેમાંથી 99.69 ટકા લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમનામાં પણ કોરોનાના લક્ષણો સાવ નહીવત્ હતા. પરંતુ, આ દવા અંગે હજુ વધારે એનાલિસિસ કરવું જરૂરી છે.

ઇમ્યુનિટી વધારવા માટે દિલ્હીમાં કેદીઓને લીંબુ પાણી અને હોમિયોપેથિક દવા આપવામાં આવી
દિલ્હીને જેલમાં બંધ કેદીઓમાં કોરોનાનો પહેલો કેસ 13 મેના દિવસે સામે આવ્યો હતો. 15 જૂન અને 4 જુલાઈએ મંડોલી જેલમાં બંધ બે કેદીઓની મોત કોરોના વાઇરસને કારણે થઈ હતી. કોરોના સંક્રમણ પછી દિલ્હી જેલ પ્રશાસને કેદીઓની ઇમ્યુનિટી વધારવાવાળા ફળ, સ્ક્રિનિંગ અને સ્વચ્છતા જેવી બાબતો ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.

જેલ વિભાગે રવિવારે જણાવ્યું હતું કે, અમે હોમિયોપેથિક મેડિસિન માટે આયુષ મંત્રાલયનો સહયોગ લીધો છે. આ સિવાય કેદીઓમાં ઇમ્યુનિટી વધારવા માટે તેમને વિટામીન સી વાળા ફળ અને લીંબુ પાણી પણ આપવામાં આવે છે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્ક્રિનિંગ ઉપર ધ્યાન આપવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post