• Home
  • News
  • ગુજરાત સરકારે જાહેર કરી ગાઇડલાઇનઃ 75 ટકા કેપેસિટી સાથે બસો દોડાવી શકાશે, સિનેમા-મલ્ટીપ્લેક્ષ 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે
post

ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમિંગ પૂલ ખૂલશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 10:05:17

કેન્દ્ર સરકારે બુધવારે અનલોક 5ની ગાઇડલાઇન્સ જાહેર કર્યા બાદ ગુરુવારે રાજ્ય સરકારે પણ ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. જેમાં શિક્ષણ જગત, મનોરંજન, સામાજિક કાર્યક્રમો અંગે નીચે પ્રમાણેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

·         સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે.

·         ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમિંગ પૂલ ખૂલશે.

·         બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને મંજૂરી અપાશે, જે વાણિજ્ય મંત્રાલયની શરતોને આધીન રહેશે.

·         મનોરંજન પાર્ક તથા એનાં જેવાં સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.

·         તમામ ધાર્મિક સ્થળો 7 જૂન, 2020ના દિવસે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી એસઓપી મુજબ જ રહેશે

·         રાજ્યના હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે અને ટેક અવે માટે કોઈ લિમિટ આપવામાં આવી નથી.

·         શોપિંગ મોલ્સ 8મી જૂને જાહેર થયેલા નિયમો સાથે યથાવત્ રહેશે

·         લાઇબ્રેરી 60 ટકા લોકોની કેપેસિટી સાથે ખોલી શકાશે

·         રાજ્યમાં બસ સેવા આધારિત સેવાઓમાં GSRTC/ સિટી બસ/ પ્રાઇવેટ બસ સર્વિસમાં 75 ટકા લોકોને બેસાડી શકાશે

·         મેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે યથાવત રહેશે

·         રીક્ષામાં 1 ડ્રાઇવર સહિત 2 લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે

·         કેબ સર્વિસમાં 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર બેસાડી શકાશે. જો 6થી વધારેલ લોકોની બેસવા માટે વ્યવસ્થા હોય તો 4 લોકોને ફેસ કવર બેસાડી શકાશે

·         પ્રાઇવેટ કાર હોય તો 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે

·         ટુ-વ્હિલરમાં 2 લોકો જ ફેસ કવર સાથે સવારી કરી શકશે

·         કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક/શૈક્ષણિક/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે. આ નિર્ણય 15 ઓક્ટોબર સુધી યથાવત રહેશે. ત્યારબાદની નવી ગાઇડલાઇન 15મી ઓક્ટોબર પછી જણાવવામાં આવશે

·         કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય કેન્દ્રિય ગૃહ મંત્રાલય સાથે પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને લેવામાં આવશે.

·         રાજ્યમાં શાળા, કોચિંગ સંસ્થાઓ 15મી ઓક્ટોબર બાદ પુનઃશરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post