• Home
  • News
  • રાજ્ય સરકારનો નિર્ણય, આદિજાતિ પ્રમાણપત્રોની ચકાસણી માટે પાંચ સભ્યોના કમિશનની રચના
post

આ કમિશનની રચના કરવા બાબતે બેય પક્ષના પ્રતિનિધીઓએ પણ સંમતિ આપી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 09:24:34

ગાંધીનગર: ગીર, બરડા અને આલેચના જંગલોના નેસ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિના સાચા લાભાર્થીઓ નક્કી કરવા માટે આજે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગીર, બરડા અને આલેચના જંગલોના નેસ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિના સાચા લાભાર્થીઓ નક્કી કરવા માટે પાંચ સભ્યોનું કમિશન રચવાનો નિર્ણય કર્યો છે. આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, આ કમિશનમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયધીશ, જિલ્લા અદાલતના બે નિવૃત્ત ન્યાયધીશ, વન વિભાગના એક નિવૃત્ત અધિકારી તેમજ એક નિવૃત્ત અધિક કલેક્ટર એમ પાંચ સભ્યોનું આ કમિશન બનાવવામાં આવશે. આ કમિશનની રચના કરવા બાબતે બેય પક્ષના પ્રતિનિધીઓએ પણ સંમતિ આપી છે. 

ખોટા વ્યક્તિઓ આદિવાસી તરીકેના લાભો લઇ ન જાય તે હેતુસર કમિશનની રચનાઃ ગણપત વસાવા
આદિજાતિ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સાચા આદિવાસીઓના બંધારણીય હક્કોનું રક્ષણ થાય અને ખોટા વ્યક્તિઓ આદિવાસી તરીકેના લાભો લઇ ન જાય તેવા હેતુસર રાજ્ય સરકારે આ કમિશન રચવાનો નિર્ણય કરીને આદિજાતિઓના હક્કોના રક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તાર નેસ વિસ્તારમાં વસતા લોકોના અનૂસુચિત જનજાતિના પ્રમાણપત્ર અંગે લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્ને મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં સાચા આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે આદિવાસી સમાજના આગેવાનો તથા રબારી, ચારણ, ભરવાડ સમાજના અગ્રણીઓ સાથે ગત મંગળવાર 7 જુલાઇએ તેમના સહિત બે વરિષ્ઠ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આર. સી. ફળદુની ઉપસ્થિતીમાં બેઠક યોજવામાં આવી હતી. 

સાચા લાભાર્થીઓ બાબતે લાંબા સમયથી વિવાદ
આદિજાતિ વિકાસ મંત્રીએ ઉમેર્યુ કે, ભારત સરકારે 29-10-1956ના જાહેરનામાથી ગીર, બરડા અને આલેચના જંગલોના નેસ વિસ્તારના આવા રબારી, ભરવાડ અને ચારણને અનુસૂચિત જન જાતિ તરીકે જાહેર કરેલા છે. આ સંદર્ભમાં ગીર, બરડા અને આલેચના નેસ વિસ્તારમાં રહેતા સાચા લાભાર્થીઓ બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એટલું જ નહિ, આંદોલન કરીને સાચા લાભાર્થીઓને લાભ આપવા અંગેની રજૂઆતો પણ સરકારને મળેલી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post