• Home
  • News
  • 20 દેશના ટ્રેન્ડના અભ્યાસ પછી ગુજરાત સરકારનું તારણ, જૂનના અંતથી પોઝિટિવ કેસમાં ઘટાડાની શક્યતા
post

કેસ વધવામાં હાલની જેમ સ્થિરતા રહેશે તો એક મહિનામાં ઘટશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 08:58:05

અમદાવાદ: ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં બે દિવસ પહેલાં 20 દિવસે 400 કેસનો વધારો આવ્યો છે એ સિવાય અન્ય દિવસોમાં મોટો ઉછાળો આવ્યો નથી. જો આ સ્થિતિ એક મહિના સુધી સતત રહે અને કેસોમાં મોટો ઉછાળો ન આવે તો શક્યતઃ જૂન મહિનાના ત્રીજા સપ્તાહ બાદ કેસમાં ઘટાડો થવાની શરૂઆત થશે. ગુજરાતના આરોગ્ય વિભાગે વિવિધ 20 દેશોમાં કોરોનાના કેસોની વધઘટના ટ્રેન્ડનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યાં બાદ આ તારણ કાઢ્યું છે.


હવે ગ્રાફ ફ્લેટનિંગ એટલે કે સપાટ થઇ રહ્યો છે
આરોગ્ય વિભાગમાં આ અભ્યાસ સાથે સંકળાયેલા એક અધિકારી જણાવે છે કે ગુજરાતમાં હાલ એક પિક આવીને ગયો છે અને તે પછી કેસનો વધારો કે ઘટાડો બહુ મોટો નથી આવ્યો તેથી હવે ગ્રાફ ફ્લેટનિંગ એટલે કે સપાટ થઇ રહ્યો છે. વિશ્વના અનેક દેશોના કેસોનો ગ્રાફ દર્શાવે છે કે સતત 30 દિવસ કે તેથી વધુના ફ્લેટનિંગ બાદ કેસોમાં અને મૃત્યુમાં ઘટાડો થાય છે. યુરોપિયન દેશો, ચીન, સિંગાપોર, જાપાન વગેરે દેશો તેનું ઉદાહરણ છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં નવા કેસો અને મૃત્યુ નોંધાવાની ગતિ અને સંખ્યા ઘટી જાય તેવું આ અભ્યાસ પરથી તારણ નીકળે છે. 

તો પછી ચીનમાં કેમ નવા કેસ આવી રહ્યા છે?
આ અંગે આરોગ્ય વિભાગના અધિકારી કહે છે ચીનમાં હાલ નવા કેસ આવી રહ્યા છે અને તે વચ્ચે નવા કેસ આવવાના બંધ થયા પછી આવી રહ્યા છે. પરંતુ તે કોઇ ખૂબ મોટો વધારો નથી. આ રીતે થતો કેસનો વધારો અમુક સમયગાળે દેખાય પણ તે ઝડપથી કાબૂમાં આવી જાય તેમ છે.


છેલ્લા 15 દિવસની સ્થિતિ 

તારીખ

ટેસ્ટ

પોઝિટિવ

સેમ્પલ સામે %

26 મે

2,952

363

12.52

25 મે

3,493

405

11.59

24 મે

4,801

394

8.20

23 મે

5,506

396

7.19

22 મે

6,410

363

5.66

21 મે

5,380

371

6.89

20 મે

6,098

398

6.52

19 મે

5,850

395

6.75

18 મે

5,224

366

7.00

17 મે

5,193

391

7.52

16 મે

10,548

1,057

10.02

15 મે

3,151

340

10.80

14 મે

2,411

324

13.43

13 મે

2,761

364

13.18

12 મે

3,066

362

11.80

11 મે

2,977

347

11.65

10 મે

3,843

398

10.35

5 મે

4,984

441

8.84

 

adv

Related News

post
post
post
post
post
post
post