• Home
  • News
  • ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 58% વરસાદ, ગત વર્ષે આ સમયે 83% હતો
post

કચ્છ-સૌરાષ્ટ્રમાં સરેરાશ 100 % જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં સરેરાશ 43 % વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 09:43:29

અમદાવાદ: રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 58 ટકા વરસાદ થઇ ગયો છે. કચ્છમાં 108 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 92 ટકા વરસાદ થઇ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં 43 ટકા, મધ્ય ગુજરાતમાં 42 ટકા, ઉત્તર ગુજરાતમાં 45 ટકા વરસાદ છે. સૌરાષ્ટ્રના 25 જ્યારે કચ્છના 5 તાલુકામાં 100 ટકાથી વધારે વરસાદ થઇ ચુક્યો છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં 210 ટકા અને ખંભાળીયા તાલુકામાં 230 ટકા વરસાદ થઇ ગયો છે.

ગત વર્ષે 11મી ઓગસ્ટ સુધી રાજ્યમાં સરેરાશ 83 ટકા વરસાદ થયો હતો. 2019માં અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં 74 ટકા જ્યારે કચ્છમાં 99 વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાતમાં 55 ટકા, મધ્ય ગુજરાતમાં 80 ટકા, દક્ષિણ ગુજરાતમાં 100 ટકા વરસાદ હતો. 2018માં અત્યાર સુધી 55 ટકા, 2017માં 82 ટકા, 2016માં 56 ટકા, 2015માં 62 ટકા વરસાદ હતો. રાજ્યના તમામ ડેમોમાં કુલ જળસંગ્રહ 54 ટકા છે. આ સમયે ગત વર્ષે જળાશયોમાં 70 ટકા જળસંગ્રહ હતો. સરદાર સરોવરમાં 51 ટકા પાણી છે અને સપાટી 119.47 મીટર છે. રાજ્યમાં 35 ડેમ 100 ટકા ભરાયેલા, 16 ડેમ 99 ટકાથી વધુ ભરાયેલા, 18 ડેમ 90થી 99 ટકા વચ્ચે જ્યારે 19 ડેમમાં 70થી 90 ટકા ભરાયેલા છે. આ તમામ જળાશયો કચ્છ -સૌરાષ્ટ્ર વિસ્તારના છે. કુલ 118 ડેમ 50 ટકાથી વધારે ભરેલા છે. આ જળાશયોમાં મોટાભાગના સૌરાષ્ટ્રના છે.

દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ, દાહોદમાં સૌથી ઓછો વરસાદ
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 10 જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે, 16 જિલ્લાઓમાં વરસાદની ઘટ છે જ્યારે 7 જિલ્લાઓમાં સરેરાશ વરસાદ છે. દેવભૂમિ દ્વારકામાં 291%, પોરબંદરમાં 132%, જામનગરમાં 108%, કચ્છમાં 76 % સરેરાશ કરતાં વધુ વરસાદ છે. દાહોદમાં 60 ટકા ઘટ છે.

આ તાલુકાઓમાં 150 ટકાથી પણ વધારે વરસાદ

તાલુકાનું નામ

વરસાદ

માંડવી (કચ્છ)

188%

કાલાવડ

169%

ભાણાવડ

201%

દ્વારકા

190%

કલ્યાણપુર

171%

ખંભાળીયા

230%

કુતિયાણા

151%

 

adv

Related News

post
post
post
post
post
post
post