• Home
  • News
  • ગુજરાતમાં કોરોનાનો કહેર 7 જિલ્લામાં સૌથી વધુ 90 ટકા કેસ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં જ 80 ટકા
post

કોરોના કુલ 24 જિલ્લા પૈકીના 17 જિલ્લામાં માત્ર 91 કેસ નોંધાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-18 11:01:10

ગાંધીનગર: અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા રોજેરોજ વધતી જાય છે. ત્યારે ગુજરાતમાં કુલ 1021 કેસો નોંધાયા છે. જેનું વિશ્લેષણ કરવામાં આવે તો 1021માંથી માત્ર અમદાવાદ શહેરમાં જ 60% એટલે કે 590 કેસ છે. જ્યારે ગુજરાતના 24 જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. તે જોતા અમદાવાદ, વડોદરા અને સુરતના કેસોનો સરવાળો કરવામાં આવે તો આ ત્રણ શહેરોમાં જ કુલ 1021 માંથી 829 એટલે કે 80% આ ત્રણ શહેરોમાં જ છે. જ્યારે બાકીના 17 જિલ્લામાં માત્ર 91 કેસ છે.


ત્રણ શહેરના કેસ વધારે
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસના કારણે સમગ્ર રાજ્યમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, આજ સુધીના ગુજરાતના 1021 કેસોનું વિશ્લેષણ કરવામાં આવે તો આ પ્રમાણે છે, અમદાવાદમાં 590, વડોદરામાં 137 અને સુરત શહેરમાં 102 કેસ છે. તે જોતા આ ત્રણ શહેરમાં કુલ 829 કેસ છે.


24
જિલ્લામાં છે તેમાંથી 17 જિલ્લામાં 91 કેસ
રાજકોટમાં 28, ભાવનગરમાં 26, આણંદમાં 26 અને ભરૂચમાં 21 મળી કુલ 101 કેસ છે. એટલે કે અમદાવાદ, વડોદરા, અને સુરત ત્રણ શહેરોના કુલ 829માં આ ચાર શહેરોના કેસ ગણવામાં આવે તો 829 વત્તા 101 બરાબર 930 કેસો થાય. આમ ગુજરાતના માત્ર 7 જિલ્લામાં આખા ગુજરાતના કુલ 1021માંથી 930 કેસ છે એટલે કે ગુજરાતમાં કોરોનાનો કહેર સૌથી વધુ 7 શહેરોમાં જ છે. કોરોનાના કેસો ગુજરાતના 24 જિલ્લામાં છે તેમાંથી 17 જિલ્લામાં 91 કેસ છે.

adv

Related News

post
post
post
post
post
post
post