• Home
  • News
  • ગુજરાત હાઈકોર્ટનો રાજ્યની તમામ કોર્ટોને નિર્દેશ, કોર્ટના કામકાજ અંગે સર્ક્યુલર બહાર પાડ્યો
post

HCએ કોર્ટના કામકાજના કલાકોનું કડન પાલન કરવા આપ્યો આદેશ

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-28 17:17:47

ગુજરાતના ચીફ જસ્ટિસે કોર્ટોના કામકાજ તેમજ મુલાકાતીઓ અંગે સર્ક્યુલર બહાર પાડી મહત્વનો નિર્ણય લીધો છે. સર્ક્યુલરમાં જણાવ્યા મુજબ કોર્ટના કામકાજના કલાકોનું કડક પાલન કરવા આદેશ અપાયો છે. કોર્ટના કામકાજના દિવસોમાં હાઈકોર્ટની મુલાકાત ન લેવા પણ નિર્દેશ અપાયો છે. ઉપરાંત ન્યાયીક અધિકારીઓ કામના કલાકો દરમિયાન હાઈકોર્ટ પરિસરની મુલાકાત ન લે, મહાનુભાવોને ભેટ અર્પણ ન કરવા કે ભેટ ન સ્વિકારવાની સૂચના અપાઈ છે. નિર્દેશોનું પાલન ન કરનાર અધિકારીઓ સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવા આદેશ અપાયો છે. કામકાજના કલાકો દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાનો પણ નિર્દેશ કરાયો છે. કોર્ટના કામ દરમિયાન અંગત કામ માટે મોબાઈલનો ઉપયોગ ન કરવાની સૂચના અપાઈ છે.



adv

Related News

post
post
post
post
post
post
post