• Home
  • News
  • ગુજરાત હાઈકોર્ટમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 17 કર્મચારીઓ પોઝિટીવ, રાતોરાત લેવાયો મોટો નિર્ણય
post

લોકડાઉનના કારણે માર્ચ મહિનાથી હાઈકોર્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા કેસોની સુનાવણી કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 10:36:18

ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા કોરોના વાયરસના એપી સેન્ટર બન્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં એક જ દિવસમાં 17 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને છેલ્લા બે દિવસમાં 21 લોકોને કોરોનાનો ચેપ લાગયો છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે. AMC દ્વારા ગુજરાત હાઇકોર્ટને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવશે. જેના કારણે 12થી 15 સપ્ટેમ્બર સુધી HC બંધ રહેશે. ફિઝિકલ કોર્ટ શરૂ કરવાના નિર્ણયને પણ કેન્સલ કરાયો છે. પરંતુ હાઈકોર્ટમાં અરજીઓની ઓનલાઈન સુનાવણી હાથ ધરાશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં 17 કર્મચારીઓનો કોરોનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. મંગળવારે ચાર કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા બુધવારે આશરે 250 કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. જેમાં 17 કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં બે દિવસમાં 21 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આવતીકાલે પણ અહીં સઘન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે માર્ચ મહિનાથી હાઈકોર્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા કેસોની સુનાવણી કરી રહી છે. હવે 15મી સુધી કોર્ટ સંપૂર્ણ બંધ રહેશે અને એણએમસી સંપૂર્ણ સેનેટાઈઝેશન કરશે. જેની પહેલા કોર્ટના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતાં હવે અહીં સઘન ટેસ્ટિંગ તેમજ પ્રત્યક્ષ સુનાવણી માટેના કડક નિયમો અને દિશાનિર્દેશો બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post