• Home
  • News
  • ગુજરાત IAS ઓફિસર્સ એસો.ને મુખ્યમંત્રી રાહત ફંડમાં એક દિવસનો પગાર આપવા સંકલ્પ કર્યો
post

44 પોઝિટિવ કેસમાંથી ત્રણના મોત ત્રીજાભાગના કેસ લોકલ ટ્રાન્સમિશનના

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 12:13:26

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે, જ્યારે આખાં રાજ્યમાં કુલ 44 લોકો કોરોનાનો ભોગ બન્યાં છે. આ 44 દર્દીમાં અમદાવાદના 15, સુરતના 7, ગાંધીનગરના 7, વડોદરાના 8 અને રાજકોટના 5, કચ્છ 1 અને ભાવનગર 1નો સમાવેશ થાય છે.કોરોના વાઇરસના ફેલાવાનો ચિંતાજનક પડાવ શરૂ થઇ રહ્યો છે કારણ કે કોરોના પોઝિટિવ 44 દર્દીઓમાંથી ત્રીજાભાગ કરતાં વધુ એટલે કે 16 દર્દીઓને તો વિદેશથી ચેપ લઇને આવ્યાં બાદ તેના સંપર્કમાં આવવાથી વાઇરસ લાગુ પડ્યો છે. ગુજરાત IAS ઓફિસર્સ એસોસિયેશને મુખ્યમંત્રી રાહત ફંડમાં એક દિવસનો પગાર આપવાનો સંકલ્પ કર્યો છે.

આમ હવે એકમાંથી બીજા અને બીજામાંથી અન્યોને કોરોના વાઇરસના ચેપનું જોખમ વધ્યું છે. આથી લોકડાઉન એ હાલમાં એકમાત્ર વિકલ્પ રહ્યો છે. હાલ રાજ્યમાં અન્ય 86 લોકો કોરોનાના ચેપના શંકાના ઘેરાવમાં છે. સરકારના આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરાયેલાં સર્વેક્ષણમાં આ વિગતો બહાર આવી છે.

ગુજરાત અપડેટ

- ગુજરાત IAS ઓફિસર્સ એસોસિયેશને મુખ્યમંત્રી રાહત ફંડમાં એક દિવસનો પગાર આપવાનો સંકલ્પ કર્યો છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post