• Home
  • News
  • ગુજરાત વિધાનસભાની બાયડ,રાધનપુર બેઠકો પર 21 ઓક્ટોબરે પેટાચૂંટણી, કુલ 6 બેઠકો મતદાન થશે

ગુજરાત વિધાનસભાની બાયડ,રાધનપુર બેઠકો પર 21 ઓક્ટોબરે પેટાચૂંટણી, કુલ 6 બેઠકો મતદાન થશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 11:39:50


ગાંધીનગર: રાજ્યની વધુ 2 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, અરવલ્લીની બાયડ અને બનાસ કાંઠાની રાધનપુર વિધાનસભા માટે 21 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે, 24 ઓક્ટોબરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે, 21 ઓક્ટોબરે કુલ 6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાશે, બાયડ,રાધનપુર સિવાય અમદાવાદના અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડામાં પેટાચૂંટણી થશે, આ બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે અને 3 ઓક્ટોબર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે, ચૂંટણીપંચે આ જાહેરાત કરતા જ ભાજપ અને કોંગ્રેસ સક્રિય થઇ ગયા છે.


2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 4 ધારાસભ્યો સાંસદ બનતાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડાની બેઠકો ખાલી પડી હતી, જેથી અહી પેટાચૂંટણી થઇ રહી છે, જ્યારે બાયડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ધવલ ઝાલાએ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરતા આ બેઠક ખાલી પડી છે, રાધનપુરમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી ચૂંટાઇ આવ્યાં હતા, બાદમાં કોંગ્રેસે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરી હતી, અને તેમને ધારાસભ્ય પદ છોડવું પડ્યું હતુ, ધવલ ઝાલા અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને બદનામ કરીને ભાજપમાં જોડાઇ ગયા હતા.


adv

Related News

post
post
post
post
post
post
post