• Home
  • News
  • કોરોના નિયંત્રણના ગુજરાત મોડલની WHO દ્વારા પ્રશંસા
post

WHOની રાજ્ય સરકાર સાથે વેબિનારથી બેઠક

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 11:03:45

કોરોના સંક્રમણ વખતે ગુજરાતમાં કોરોના નિયંત્રણ અંગે થયેલી કામગીરીની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા પ્રસંશા કરાઈ છે. અને WHOના 20 જેટલા અધિકારીઓએ ગુરુવારે ગુજરાત સરકારના અધિકારીઓ સાથે વેબિનાર યોજીને ગુજરાતમાં થયેલી કામગીરીની માહિતી મેળવી હતી. સરકારે કરેલી કામગીરી ભારતના અન્ય રાજ્યો માટે ઉપયોગી સાબિત થાય તે માટે ડોક્યુમેન્ટેશન કરવાનું સૂચન કર્યું હતું.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, ગુજરાતમાં કોરોના નિયંત્રણ માટે લેવાયેલા પગલાંનું વિસ્તૃત પ્રેઝન્ટેશન WHOની ટીમ સમક્ષ કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરતની સક્સેસ સ્ટોરી પણ રજૂ કરાઇ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post