• Home
  • News
  • 45 વર્ષ પછી ગુજરાત પોલીસ મેન્યુઅલ બદલાશે, 6 IPSની સમિતિએ ડ્રાફ્ટ તૈયાર કરી દીધો
post

નવી ટેકનોલોજી અને જરૂરિયાત મુજબના ફેરફારો સાથે 1000થી વધુ પાનાનો ડ્રાફ્ટ CMને સોંપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 11:35:10

ગાંધીનગર: ગુજરાત પોલીસના 45 વર્ષના જૂના મેન્યુઅલમાં ધરખમ ફેરફાર કરવામાં આવશે. આ માટે 6 IPSની બનેલી સમિતિએ તૈયાર કરીને તેનો ડ્રાક્ટ મુખ્યમંત્રી કાર્યાલયને સુપરત પણ કરવામાં આવ્યો છે.

ડ્રાફ્ટના આધારે સરકાર ગૃહ વિભાગની કામગીરીમાં અનેક ફેરફારો કરશે
નવા સંશોધીત પોલીસ મેન્યુઅલમાં 1000થી વધુ પાના છે અને ત્રણ ગ્રંથોમાં વહેંચાયેલું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યાં મુજબ બહાલી મળ્યા બાદ અમલ માટે ગૃહખાતાને મોકલાશે. નવા મેન્યુઅલમાં અસંખ્ય સુધારાઓ કરવામાં આવ્યા છે અને પોલીસ વિભાગની કામગીરી, કામકાજના નવા ધોરણોને પણ વર્તમાન પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવી શકે છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ આ મામલે 6 આઈપીએસ અધિકારીઓની સમિતિ બનાવી હતી. આ સમિતિએ નવા મેન્યુઅલનો ડ્રાફટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટ ના આધારે ગુજરાત સરકાર અનેક ફેરફારો ગૃહ વિભાગ ની કામગીરીમાં કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post