• Home
  • News
  • ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવઃ 9થી 20 સપ્ટેમ્બર સુધી હેલમેટ પહેર્યાં વગર નીકળ્યાં તો દંડ ભરવો પડશે
post

હેલ્મેટ ન પહેરનારને 500નો દંડ, Rc બુક અને વીમો ન હોય તો 500નો દંડ, બીજી વખત પકડાયા તો 1000 દંડ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 10:53:25

9મી સપ્ટેમ્બરથી ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ શરૂ થઈ ગઈ છે. જેને લઇને હેલ્મેટ પહેરવાનો ભંગ કરવાના નિયમના સૌથી વધુ કેસ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. આ ડ્રાઇવ આગામી 9મી સપ્ટેમ્બરથી 20મી સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં હેલ્મેટ ન પહેરનારા લોકોને દંડ કરવામાં આવશે.

ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપ દ્વારા દસ્તાવેજો રજૂ કરાવી શકાશે
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આ દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે RTO જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પુરા પાડવાના રહેશે. આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. જેમની પાસે આ દસ્તાવેજો ડિજિટલી સાથે હશે તેને પોલીસ કે આર.ટી.ઓ દંડ નહીં કરી શકે.

કયા ગુનામાં કેટલો દંડ?
લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. તેમજ અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો મેમો ફાડવામાં આવશે.

16 સપ્ટેમ્બરથી નવા સુધારા મુજબ ચાલકને નિયમો લાગુ પડશે

·         ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ, હાર્ડ કોપી સાથે નહી હોય તો ચાલશે

·         રસ્તા પર પૂર ઝડપે બાઈક ચલાવવા સામે સખ્તાઈથી કામ લેવાશે

·         લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને 3000 સુધીનો દંડ

·         જાહેર જગ્યાએ રેસ કરવા પર પહેલીવાર રૂ.5000 અને બીજીવાર રૂ.10,000 દંડ

·         હેલ્મેટ ન પહેરનારને 500નો દંડ, Rc બુક અને વીમો ન હોય તો 500નો દંડ, બીજી વખત પકડાયા તો 1000 દંડ

·         ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર 1000ના સ્થાને 500 દંડ કરાયો

·         સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 દંડ, બાઈક પર થ્રી સીટર પર દંડ રાખ્યો નથી પણ બને તો બે લોકોએ જ વાહન પર સવાર થવું

 

adv

Related News

post
post
post
post
post
post
post