• Home
  • News
  • કોરોનાના કહેરને લીધે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે 26મીએ યોજાનારી ચૂંટણી પાછી ઠેલાઈ શકે
post

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, રાજ્યસભાની ચૂંટણીની તારીખો બદલવા તેઓ કેન્દ્ર સરકારને વિનંતી કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 09:31:47

અમદાવાદઃ અત્યારે કોરોના વાઈરસને પગલે આખા ભારતમાં હાહાકાર મચ્યો છે ત્યારે આગામી 26 માર્ચે ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી પાછી ઠેલાઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે. તદુપરાંત આગામી 25 માર્ચ સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ગાંધીનગરમાં લોકોને કામ વિના ઘરની બહાર ન નિકળવા સલાહ અપાઈ છે તથા આવશ્યક-જીવનજરૂરી-મેડિકલ સિવાયની સેવાઓને બંધ કરાઈ છે. આ જોતાં અમે કેન્દ્ર સરકારમાં વિનંતી કરીશું કે હાલની પરિસ્થિતિને જોતાં રાજ્યમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીની તારીખ પાછી ઠેલવામાં આવે. આ જોતાં હવે આ ચૂંટણીઓની તારીખ પાછી ઠેલવાની કેન્દ્રમાંથી જાહેરાત ટૂંક સમયમાં જ થઈ શકે છે.

રાજસ્થાન લોકડાઉન, સરહદો સીલઃ કોંગ્રેસી ધારાસભ્યો જયપુરમાં અટવાયા

બીજીતરફ કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો અત્યારે રાજસ્થાનના જયપુર નજીકના શિવવિલાસ રિસોર્ટમાં છે. હવે કોરોનાની સ્થિતિ ગંભીર થતાં રાજસ્થાનમાં લોકડાઉન કરાયું છે અને તેની તમામ બોર્ડર પણ સીલ કરી દેવાઈ છે. આ સ્થિતિમાં જયપુર રહેલા કોંગ્રેસી ધારાસભ્યો રિસોર્ટમાં જ અટવાઈ ગયા છે. તેઓ ધારે તો પણ બોર્ડર ક્રોસ કરીને ગુજરાત આવી શકે તેમ નથી. તદુપરાંત ફ્લાઈટો પણ રદ કરી દેવાતા તેઓ રાજ્યસભાની ચૂંટણી 26મીએ યોજાય તો તેમાં મતદાન કરવા આવી શકે તેમ નથી.

4 બેઠક માટે પાંચ ઉમેદવાર, 26 માર્ચે મતદાન અને મતગણતરી
રાજ્યસભાની 4 સીટની ચૂંટણી માટે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી છે. જ્યારે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યાં છે. જ્યારે 26 માર્ચે સવારના 9 વાગ્યાથી 4 વાગ્ય સુધી મતદાન યોજાશે અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post