• Home
  • News
  • રાજ્યના 15 જિલ્લામાં કોરોનાનો ચેપ પ્રસર્યો, અત્યારસુધીમાં કુલ 128 પોઝિટિવ કેસ અને 11 દર્દીઓના મોત, 17ને ડિસ્ચાર્જ કરાયા
post

રાજ્યમાં દર ત્રીજો દર્દી લોકલ ટ્રાન્સમિશન, 128માંથી 78 લોકલ સંક્રમિત

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 10:12:07

અમદાવાદ: રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. અત્યારસુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. રાજ્યમાં કુલ 128 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 17 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય માટે એ બાબત પણ હવે ચિંતા ઉપજાવે તેવી છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 128 પોઝિટિવ કેસમાંથી 78 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે. 

સૌથી વધુ કેસ અમદાવાદમાં 
રાજ્યના કુલ 128 પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જિલ્લાવાર આંકડાઓ જોઇએ તો અમદાવાદમાં 53 પોઝિટિવ અને 5ના મોત, સુરતમાં 16 પોઝિટિવ અને 2ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ, વડોદરામાં 10 પોઝિટિવ અને 1નું મોત, રાજકોટમાં 11 પોઝિટિવ કેસ, ભાવનગરમાં 11 પોઝિટિવ અને 2ના મોત, પોરબંદરમાં 3 પોઝિટિવ, ગીર સોમનાથમાં 2 પોઝિટિવ, કચ્છમાં 2 પોઝિટિવ, પંચમહાલમાં એક પોઝિટિવ અને એકનું મોત, મહેસાણા, પાટણ, છોટાઉદેપુર અને જામનગરમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post