• Home
  • News
  • આફતને અવસરમાં પલટવાની ગુજરાતની ખુમારી સુજલામ-સુફલામ જળ અભિયાનમાં ઝળકી
post

ગુજરાતને જળ સમૃદ્ધ રાજ્ય બનાવતી યોજનાનું ચોથુ ચરણ સફળતાપૂર્વક પૂરુ થયું

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-23 12:09:11

ગુજરાતમાં સુજલામ-સુફળલામ જળ અભિયાનનું ચોથું ચરણ સફળતાપૂર્વક પૂરુ થયું છે. સતત ચોથા વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનની જ્વલંત સફળતા મળી છે. આપત્તિને અવસરમાં પલટવાની ગુજરાતની ખુમારી સુજલામ-સુફલામ જળ અભિયાન 2021 માં ઝળકી છે. 

સુજલામ સુફલામ જળ અભિયાનની વર્ષ ૨૦૨૧ની સિદ્ધિઓ

·         કોરોના સંક્રમણના કપરાકાળમાં આંશીક નિયંત્રણોની સ્થિતિ વચ્ચે પણ 15,210 કામો પૂર્ણ

·         26.46 લાખ માનવદિનની રોજગારી સોશિયલ ડિસન્ટન્સિંગના પાલન સાથે શ્રમિકોને મળી

·         19 હજાર 717 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી

·         જળસંગ્રહ ક્ષમતામાં થયેલો વધારો અગાઉના ત્રણ વર્ષ કરતા પણ વધુ

·         જળસંગ્રહના કામો આ વર્ષના અભિયાનમાં વિકટ સ્થિતિ વચ્ચે પાર પાડવાનો પુરુષાર્થ સફળ રહ્યો

·          

સુજલામ સુફલામ જળ અભિયાનની ચાર વર્ષની ઉપલબ્ધિઓ

·         જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા ચાર વર્ષમાં રાજ્યભરમાં જળસંગ્રહ માટેના 56,698 કામો પૂર્ણ થયા

·         જળ સંગ્રહ ક્ષમતામાં 61,781 લાખ ઘનફુટ વધારો થયો

·         રાજ્યના 33 જિલ્લાઓમાં 21,402 તળાવો ઉંડા કરાયા 

સુજલામ સુફલામ જળ અભિયાનને ચોથા વર્ષમાં મળેલી સફળતા અભૂતપૂર્વ રહી છે. કોરોનાકાળના સતત બીજા વર્ષે કોવિડ માર્ગદર્શિકાઓના પાલન સાથે સુજલામ સુફલામ જળ અભિયાનની ઉપલબ્ધિઓમાં અનેક ગણો વધારો થયો છે. 1 મે, 2018 ના દિવસે ભરુચના કોસમડીથી સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરી રાજ્યમાં જળસંગ્રહ સ્ત્રોત વધારવા અને જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવાનો મહત્વપૂર્ણ સફળ અભિગમ અપનાવ્યો છે. આ વર્ષે સતત ચોથા વર્ષે અભિયાને કોરોના વાયરસના સંક્રમણના વિપરિત સંજોગો હોવા છતા પણ જ્વલંત સફળતા મેળવી છે.

પાટણના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી આ સુજલામ સુફલામ જળ અભિયાનની ચોથી કડીનો પ્રારંભ 1 એપ્રિલ 2021 ના રોજ કરાવ્યો હતો. કપરાકાળ વચ્ચે પણ આ વર્ષે 1 એપ્રિલથી 10 જુન દરમિયાન સમગ્ર રાજ્યમાં સફળતા પૂર્વક સંપન્ન થઇ છે. આ વર્ષે કોરોના મહામારી વચ્ચે 19,717 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે
 
આફતને અવસરમાં પલટાવવાની ગુજરાતની ખૂમારી આ અભિયાનની 10 જૂને પૂર્ણ થયેલી આ અભિયાનની ચોથી શ્રુંખલામાં ઝળકી ઉઠી છે.

એટલું જ નહીં, અગાઉના ત્રણ વર્ષના એટલે કે 2018, 2019 અને 2020 ના સુજલામ સુફલામ જળ અભિયાન કરતા પણ આ વર્ષની કામગીરી વધારે છે. આ અભિયાન અંતર્ગત 2018 માં 18,151 કામો પૈકી ૭,૫૫૨ તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં ૧૩,૫૦૦ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. લોકસભા ચુંટણીના વર્ષ ૨૦૧૯માં ૧૧,૯૦૧ કામો પૈકી ૪,૭૨૭ તળાવ ઉંડા કરી પાણીની સંગ્રહશક્તિમાં ૧૦,૦૫૩ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. કોરોનાકાળના પ્રથમ વર્ષ ૨૦૨૦માં લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં ૧૧,૦૭૨ કામો પૈકી ૪,૩૦૯ તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં ૧૮,૫૧૧ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો.

આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના તંત્ર માટે પડકાર રૂપ હતી. કેમ કે કોવિડ-૧૯ની મહામારી વચ્ચે આંશીક નિયંત્રણોની સ્થિતિમાં અનેક પડકારોની વચ્ચે આ અભિયાનને આગળ વધારવાનું હતું. આ સ્થિતિમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સુજલામ સુફલામ જળ અભિયાન આગળ ધપાવાઈ હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post