• Home
  • News
  • ગુજરાત-સૌરાષ્ટ્ર વચ્ચે 29મીએ રાજકોટ ખાતે સેમિફાઇનલ
post

અન્ય સેમિફાઇનલમાં બંગાળ અને કર્ણાટક એકબીજા સામે ટકરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-26 11:21:59

સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. આંધ્રપ્રદેશ વિરુદ્ધ પ્રથમ ઈનિંગ્સની લીડના આધારે સૌરાષ્ટ્ર વિજેતા થયું. સેમિફાઈનલમાં સૌરાષ્ટ્ર ગુજરાત સામે ટકરાશે. મેચના અંતિમ દિવસે સૌરાષ્ટ્રએ બીજી ઈનિંગ્સમાં 9 વિકેટે 375 રનથી આગળ રમવાનું શરૂ કર્યું. ટીમ 426 રન કરી ઓલઆઉટ થઈ. સૌરાષ્ટ્રએ પ્રથમ ઈનિંગ્સમાં 419 જ્યારે આંધ્ર પ્રદેશે 136 રન કર્યા હતા. આંધ્રને 710 રનનો ટાર્ગેટ મળ્યો. આંધ્રએ બીજી ઈનિંગ્સમાં 4 વિકેટે 149 રન કર્યા હતા. ગુજરાત અને સૌરાષ્ટ્ર 29મી ફેબ્રુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ખાતે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે એકબીજા સામે ટકરાશે.

 

જ્યારે અન્ય એક ક્વાર્ટફાઇનલમાં કર્ણાટકે જમ્મુ-કાશ્મીરને 167 રનથી હરાવ્યું. 331 રનના ટાર્ગેટને ચેઝ કરતા જમ્મુ-કાશ્મીરની ટીમ 163 રને ઓલઆઉટ થઈ. કર્ણાટકે પ્રથમ ઈનિંગ્સમાં 206 જ્યારે બીજી ઈનિંગ્સમાં 316 રન કર્યા હતા. કર્ણાટક 29મી બંગાળ વિરુદ્ધ ઈડન ગાર્ડન્સ કોલકાતા ખાતે સેમિફાઇનલ રમશે. સ્ટાર ઇન્ડિયન બેટ્સમેન લોકેશ રાહુલ કર્ણાટક માટે સેમિફાઇનલમાં રમશે.