• Home
  • News
  • કોરોનાના કહેર વચ્ચે 1.27 લાખથી વધુ વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા શરૂ, કેમેસ્ટ્રી-ફિઝિક્સનું પેપર લેવાયું
post

25મીથી ધો.12 સાયન્સના 23,830 અને ધો.10ના 1,31,901 પરિક્ષાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 12:06:07

રાજ્યમાં કોરોનાના રોજના 1200થી વધુ કેસ વચ્ચે આજે ગુજકેટની પરીક્ષા શરૂ થઈ છે. પહેલું પેપર 10 વાગ્યે કેમેસ્ટ્રી-ફીઝીક્સનું પેપર લેવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો પર ફરજિયાત માસ્ક અને થર્મલ ગનથી ચેક કરી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને પરીક્ષા લેવાઈ રહી છે. કુલ 1,27,230 વિદ્યાર્થીઓ 34 કેન્દ્રો અને 6,431 પરીક્ષા ખંડમાં લેવાશે. આજે લેવાનારી ગુજકેટની પરીક્ષામાં સવારના 10થી 12 કલાક દરમિયાન કેમેસ્ટ્રી-ફીઝીક્સનું પેપર છે. બપોરે 1થી 2 કલાક દરમિયાન બાયોલોજી, 3થી 4 કલાક દરમિયાન ગણિતનું પેપર લેવાશે.

તા. 25થી 27 દરમિયાન ધો.10 અને 12ની પૂરક પરીક્ષા લેવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 25થી 27 દરમિયાન ધો. 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં ધો. 10ની પરીક્ષામાં સવારના 10થી 1-15 અને બપોરના 3થી 6-15 કલાક દરમિયાન પેપર લેવાશે. રાજ્યના તમામ જિલ્લા મથકો પર આ પરીક્ષા કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવીડ-19ની ગાઈડલાઈનને અનુસરી આ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લા મથકો પરથી લેવાશે.

સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાની તારીખ બોર્ડ જાહેર કરશે
આ ઉપરાંત દરેક સેન્ટરનાં બિલ્ડીંગને સેનેટાઈઝ કરાશે તેમજ દરેક બિલ્ડીંગમાં સેનેટાઈઝ મૂકાશે. ઉલ્લેખનીય છેકે, ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા પણ આ વખતે બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની લેવામાં આવનાર હોય આ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાની તારીખ હવે પછી બોર્ડ જાહેર કરનાર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post