• Home
  • News
  • ગુકેશ વર્લ્ડ ચેસ આર્માગેડન એશિયા અને ઓશેનિયાનો ચેમ્પિયન બન્યો:ફાઈનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ રેપિડ ચેમ્પિયન અબ્દુસ્તારોવને હરાવ્યો
post

16 વર્ષના ગુકેશે રવિવારે મોડી રાત્રે રમાયેલી તોફાની મેચ જીતી લીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-11 20:46:35

ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે ફાRનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ રેપિડ ચેમ્પિયન ઉઝબેકિસ્તાનના નાદિરબેક અબ્દુસ્તારોવને હરાવીને વર્લ્ડ ચેસ આર્માગેડન એશિયા એન્ડ ઓસનિયા ઈવેન્ટ જીતી લીધી હતી. આ જીતથી ગુકેશ અને અબ્દુસ્તારોવ બન્નેને સપ્ટેમ્બરમાં યોજાનારી આર્માગેડન ગ્રાન્ડ ફિનાલેમાં સ્થાન મળ્યું છે.

16 વર્ષના ગુકેશે રવિવારે મોડી રાત્રે રમાયેલી તોફાની મેચ જીતી લીધી હતી. પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ બીજી ગેમમાં ગુકેશનો પરાજય થયો હતો. ત્યારપછી તેણે અબ્દુસ્તારોવ સામે મુકાબલો ફરી શરૂ કરવા માટે વધારાની તકનો ઉપયોગ કર્યો. નવી ટાઈની પ્રથમ રમત ડ્રોમાં સમાપ્ત થઈ હતી, પરંતુ ભારતીય ગ્રાન્ડમાસ્ટર ગુકેશે પછીની મેચમાં અબ્દુસ્તારોવને હરાવી ચેમ્પિયન બન્યો હતો.

અનેક દિગ્ગજોએ ભાગ લીધો હતો
ગુકેશ અને અબ્દુસ્તારોવ ઉપરાંત ભૂતપૂર્વ વર્લ્ડ ક્લાસિકલ ચેમ્પિયન વ્લાદિમીર ક્રામનિક, ડેનિલ ડુબોવ, ચીનના યાંગી યુ, ભારતના વિદિત ગુજરાથી, કાર્તિકેયન મુરલી અને ઈરાનના પરમ માગસોડલો જેવા ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા હતા.

ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે ટ્વિટ કર્યું
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે યુવા ગ્રાન્ડમાસ્ટર ગુકેશની સિદ્ધિની પ્રશંસા કરી છે. આનંદે ટ્વીટ કર્યું કે, 'ડી. ગુકેશને અભિનંદન. અદ્ભુત સિદ્ધિ. ગર્વ છે કે ગુકેશ આપણને ફરી એકવાર ગૌરવ અપાવ્યું છે.' જીત બાદ ગુકેશે ટ્વીટ કર્યું હતું કે 'વર્લ્ડ ચેસ આર્માગેડન એશિયા એન્ડ ઓસિયાના ઈવેન્ટ જીતીને ખુશ છું.'

ગુકેશે ગયા વર્ષે ઈતિહાસ રચ્યો હતો
અગાઉ, ગયા વર્ષે, ગુકેશે એમ. ચેસ ઓનલાઈન રેપિડ ચેસ ટુર્નામેન્ટના નવમા રાઉન્ડમાં વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસનને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. તે વિશ્વ ચેમ્પિયનને હરાવનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post