• Home
  • News
  • 133 દિવસ બાદ આજથી અમદાવાદ સહિત રાજ્યભરમાં જીમ અને યોગ સેન્ટર ખુલ્યાં, સંચાલકોમાં ખુશીનો માહોલ
post

જોકે જે વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં છે ત્યાં જીમ કે યોગ સેન્ટર ખોલવામાં નહીં આવે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-05 12:02:38

અમદાવાદ: કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા 4 મહિનાથી બંધ જીમ અને યોગ સેન્ટર આજથી શરૂ થયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આ જીમ શરૂ કરવામાં આવ્યા છે. જીમમાં આવનાર વ્યક્તિને ફરજિયાત માસ્ક પહેરવું પડશે. એક સાધન પર કસરત કર્યા બાદ તેને સેનેટાઇઝ કરવામા આવશે. જોકે કેટલાક જીમ સંચાલકો સોમવારથી શરૂ કરશે. અમદાવાદના કેટલાક જીમ સંચાલકો સાથે divyabhaksarએ વાતચીત કરી હતી.

જીમ ખૂબ જ મોટું છે જેથી એક બેચમાં 25 લોકો બોલાવ્યાં છે: જીમ સંચાલક
નાના ચિલોડામાં આઇકોન નામથી જીમ ધરાવતા અમિત સીદવાનીએ જણાવ્યું હતું કે, આજથી અમે જીમ શરૂ કર્યું છે. 1 વ્યક્તિ માટે 1 કલાકનો સમય ફાળવ્યો છે. સૌથી પહેલા જ્યારે વ્યક્તિ જીમમાં આવે એટલે તેને હાથ સેનેટાઇઝ કરી પ્રવેશ આપવામાં આવશે. કસરતના સાધનોને સેનેટાઈઝ કરીને રાખવામાં આવ્યા છે. એક સાધન પર જ્યારે વ્યક્તિ કસરત કરી અને બીજા વ્યક્તિ બેસે તેની પહેલા સાધનને સેનેટાઈઝ કરવામાં આવશે. આવતીકાલથી સ્લોટ મુજબ દરેક વ્યક્તિને જીમમાં આવવા સૂચના આપી છે. જીમ ખૂબ જ મોટું છે જેથી એક બેચમાં 25 લોકો બોલાવ્યા છે અને સોશિયલ ડિસ્ટનસનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

આજથી જીમ શરૂ કર્યું છે પરંતુ અમે ગ્રાહકોને બે દિવસ બાદ બોલાવીશું: જીમ સંચાલક
શ્યામલ ચાર રસ્તા પાસે જીમ ધરાવતા હિતેશે જણાવ્યું હતું કે, આજથી જીમ શરૂ કર્યું છે પરંતુ અમે ગ્રાહકોને બે દિવસ બાદ બોલાવીશું. જીમમાં આજે સેટઅપ કરી સેનેટાઇઝ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈનનું પાલન થાય તેવી રીતે જીમમાં લોકોને પ્રવેશ આપવામાં આવશે.

નવી ગાઈડલાઈન પ્રમાણે રાજ્યના મોટાભાગ જીમ તેમજ યોગ સેન્ટર્સ ખોલી શકાશે
રાજ્યમાં 1 ઓગસ્ટથી અનલોક-3 અંતરગત રાત્રી કારફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી તેમજ હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. બીજી તરફ અનલોક-3માં આજથી (5 ઓગસ્ટ) થી જીમ અને યોગ સેન્ટરને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન પ્રમાણે આજે રાજ્યના મોટાભાગ જીમ તેમજ યોગ સેન્ટર્સ ખોલી શકાશે. કોરોનાને પગલે 25 માર્ચથી જીમ તેમજ યોગ સેન્ટર બંધ હતા. આ સમય દરમિયાન સંચાલકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

જે વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નથી ત્યાં જ જીમ-યોગા સેન્ટર ખોલી શકાશે
કેન્દ્ર સરકારે અનલોક-3માં 5 ઓગસ્ટથી દેશભરના જીમ અને યોગ સેન્ટર ખુલવાની મંજૂરી આપી હતી. જેને લઇને સરકારે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇનમાં સ્પષ્ટ કર્યું છે કે, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જીમ કે યોગ સેન્ટર નહીં ખોલવામાં આવે. જ્યારે જે વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર નથી કરવામાં આવ્યો ત્યાં જ ખોલી શકાશે.

65 વર્ષથી વધુ ઉંમર-અન્ય કોઈ બિમારી છે તેઓ માટે જીમ બંધ
નવી ગાઈડલાઈન અનુસાર સ્પાસ, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પુલ હજુ પણ જ બંધ રહેશે. તેમજ 65 વર્ષથી વધુ ઉંમર કે જે પહેલાથી જ કોઈ અન્ય બિમારીઓથી પીડાઈ રહ્યા છે તેઓને જીમનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. કોરોના મહામારીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25મી માર્ચે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું, જે કારણે જીમ અને યોગા સ્ટેન્ટર પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે હવે લાંબાગાળા બાદ ફરી જીમ ખુલતા જીમ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

એકવાર ઇક્યૂપમેન્ટનો ઉપયોગ થયા બાદ સેનિટાઇઝ કરવું જરૂરી
જીમ ખુલી તો રહ્યા છે પણ સંચાલકો તેમજ કસરત કરવા આવનારને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. જેવું કે, જો કોઈ એક વ્યક્તિ કોઇ ઇક્યૂપમેન્ટનો ઉપયોગ કરે ત્યારબાદ તેને તરત જ સેનિટાઇઝ કરવું અને ત્યારબાદ જ અન્ય વ્યક્તિને તેનો ઉપયોગ કરવા આપવાનું રહેશે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post