• Home
  • News
  • કોરોનોની જેમ ફેલાઈ રહ્યો છે H3N2 ઇન્ફલ્યુએન્ઝા:એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાએ કહ્યું- સાવધાન રહો, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો
post

આ તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હેલ્થ એક્સપર્ટ્સની સાથે H3N2 ઈન્ફલ્યુએન્ઝાના વધતો કેસો બાબતે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-07 18:31:49

નવી દિલ્હી: એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ દેશમાં ફેલાઈ રહેલા H3N2 ઇન્ફલ્યુએન્ઝાથી લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે એ કોરોનાની જેમ જ ફેલાય છે. એનાથી બચવા માટે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર હાથ ધોતા રહો. વૃદ્ધો અને પહેલેથી જ કોઈ બીમારીથી પરેશાન લોકોને એનાથી વધુ મુશ્કેલીઓ થઈ શકે છે.

આ તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હેલ્થ એક્સપર્ટ્સની સાથે H3N2 ઈન્ફલ્યુએન્ઝાના વધતો કેસો બાબતે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે. એમાં એક્સપર્ટ્સે કહ્યું હતું કે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ ફ્લૂના કેસ વધી રહ્યા છે. આ ફ્લૂ નબળી ઈમ્યુનિટી ધરાવતા લોકો માટે જોખમી બની શકે છે. એક્સપર્ટ્સે એનાથી બચવા માટે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી છે.

દેશમાં બે મહિનામાં વધી રહ્યા છે ઇન્ફલ્યુએન્ઝાના કેસ
છેલ્લા બે મહિનામાં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારી બાદ ફ્લૂના વધતા કેસોથી લોકોમાં ભય છે, કારણ કે એના દર્દીઓમાં કોરોનો જેવાં જ લક્ષણો જોવા મળ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એવા અનેક દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા છે, જે 10-20 દિવસથી ભારે તાવ અને ઉધરસથી પરેશાન છે.

ICMRના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ મહિનાથી ઈન્ફલ્યુએન્ઝા વાઇરસ H3N2નો સબ-સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં સંક્રમિત લોકોમાં આ સ્ટ્રેનનાં લક્ષણો મળ્યાં. એક્સપર્ટેસ કહે છે કે અન્ય સબ-સ્ટ્રેન કરતાં આ વેરિયન્ટને કારણે લોકો વધુ હોસ્પિટલમાં દાખલ થાય છે.

દર્દીઓમાં માથાનો દુખાવો, ઉધરસ, તાવ જેવાં લક્ષણો જોવા મળે છે
મેદાંતા હોસ્પિટલના સિનિયર ડિરેક્ટર સુશીલા કટારિયાએ જણાવ્યું હતું કે આ દર્દીઓ ઈન્ફલ્યુએન્ઝા-એ વાઇરસના H3N2 સ્ટ્રેનથી સંક્રમિત છે. ફ્લૂના દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે. શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા, આ ઉપરાંત દર્દીને બે અઠવાડિયાંથી સતત ઉધરસ રહે છે. આ ફલૂનાં સામાન્ય લક્ષણો ગણાય છે.

બ્રોન્કાઇટિસ જેવા ફેફસાના ગંભીર રોગોથી પીડાતા દર્દીઓ
પ્રાઇમસ સ્લીપ એન્ડ ક્રિટિકલ કેર મેડિસિન વિભાગના વડા એસ.કે. છાબરાએ ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું હતું કે દર્દીઓમાં વાઇરલ તાવની સાથે શરદી, ઉધરસ અને ફેફસાંને લગતી ગંભીર સમસ્યાઓ જેવી કે બ્રોન્કાઇટિસ જોવા મળી રહી છે. જ્યારે ફેફસાંમાં વાઇરલ ઈન્ફેક્શનના કેસ પણ જોવા મળી રહ્યા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું- જો તમને ઈન્ફલ્યુએન્ઝા હોય તો શું કરવું...

·         ચહેરા પર માસ્ક પહેરો અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો

·         નિયમિતપણે પાણી અને સાબુથી હાથ ધોવાનું રાખો.

·         નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળો.

·         ખાંસી કે છીંકતી વખતે નાક અને મોં બરાબર ઢાંકો.

·         તમારી જાતને હાઇડ્રેટેડ રાખો, પાણી ઉપરાંત ફળોનો રસ અથવા અન્ય પીણાં લેતાં રહો.

·         તાવ આવે તો પેરાસીટામોલ લો.

 

adv

Related News

post
post
post
post
post
post
post