• Home
  • News
  • મૂળ ભારતીય IT પ્રોફેશનલોમાં ખુશીનું મોજું:H-1B વિઝાધારકોના જીવનસાથી કામ કરી શકશે, બાઈડેને ટ્રમ્પનો નિર્ણય ઊલટાવ્યો
post

બાઈડેનના નિર્ણયોથી અમેરિકામાં વસતા વિશ્વભરના માઈગ્રન્ટ્સે રાહતનો શ્વાસ લીધો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 09:14:35

અમેરિકન પ્રમુખ જો બાઈડેને H-1B વિઝાધારકોના H-4 વિઝાધારક જીવનસાથીઓને કામ કરવાની મંજૂરી આપી દીધી છે. બાઈડેને વ્હાઈટ હાઉસનું સુકાન સંભાળ્યાના સાતમા દિવસે જ આ પ્રસ્તાવ પાછો ખેંચી લેવાનો આદેશ કર્યો હતો. આ નિર્ણયથી અમેરિકામાં વસતા મૂળ ભારતીય આઈટી પ્રોફેશનલોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. અમેરિકામાં આઈટી ક્ષેત્રે કામ કરતા H-1B વિઝાધારક ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે.

આ પહેલા પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં H-1B કર્મચારીઓના જીવનસાથીઓમાં એ વાતને લઈને શંકા હતી કે, અમેરિકામાં ચાર વર્ષ વીતાવ્યા પછી તેમને કામ કરવાની મંજૂરી મળશે કે નહીં. જોકે, હવે બાઈડેન એડમિનિસ્ટ્રેશનની જાહેરાતથી આ આશંકા પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

પૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ તેમના શાસનકાળમાં H-1B વિઝાધારકોના જીવનસાથીઓને અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપતું બિલ પસાર કર્યું હતું. તેમને H-4 વિઝા હેઠળ અમેરિકામાં કામ કરવાની મંજૂરી ઓબામા એડમિનિસ્ટ્રેશને જ આપી હતી. ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી આ કાયદો રદ કરવાના ઘણાં પ્રયાસ કર્યા હતા. જોકે, હવે બાઈડેનના નિર્ણયોથી અમેરિકામાં વસતા વિશ્વભરના માઈગ્રન્ટ્સે રાહતનો શ્વાસ લીધો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post