• Home
  • News
  • બ્યૂટી પાર્લરમાંથી બહાર નીકળી માસ્ક પહેરીએ તો હેપ્પીનેસ નથી આવતી, 18મી સદીમાં જીવતા હોય તેવું લાગે છે
post

માસ્ક ફરજિયાત થઇ જતા મહિલાઓ પાસે રહેલી લિપસ્ટિકનો વપરાશ બંધ થઇ ગયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 10:02:24

રાજકોટ: કોરોનાથી બચવા માટે રાજકોટમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે તે સારી વાત છે પણ તૈયાર થઈને માસ્ક પહેરીએ તો ચહેરા પરની હેપીનેસ ગાયબ થઈ જાય છે. અત્યારે જે રીતની લાઈફ સ્ટાઈલ છે તે 18મી સદીની લાગે છે. લિપસ્ટિક તો દરેક ડ્રેસ સાથે મેચ થાય તેટલી છે પણ માસ્ક ફરજિયાત હોવાથી તે કરવાથી પણ શું ફાયદો થવાનો? અત્યારે તો લિપસ્ટિકનો વપરાશ થતો નથી. જો લાંબો સમય સુધી માસ્ક પહેરવું પડશે તો હવે લિપસ્ટિક ખરીદવાનું જ બંધ કરવું પડશે તેમ રાજકોટની મહિલાઓ કહે છે.


સુંદરતા માટે લોકોએ ઘરગથ્થુ ઉપચાર અજમાવ્યાં
લોકડાઉન દરમિયાન બ્યુટી સલૂન બંધ હતા. ત્યારે ચહેરા પરની સુંદરતા જળવાઈ રહે તે માટે મહિલાઓ ઘરગથ્થુ ઉપાય અજમાવ્યા હતા. 60 દિવસ પછી બ્યુટી ટ્રીટમેન્ટ લેનાર ગીતાબેન નામના મહિલા કહે છે કે, લોકડાઉનમાં સૌથી વધુ હેર ડેમેજ થયા હતા અને ચહેરા પરનું નૂર ગાયબ થઇ ગયું હતું. હવે હેરની ટ્રીટમેન્ટ લીધા બાદ હવે એકદમ રિલેક્સ લાગે છે. જ્યારે શીતલ પટેલે કહ્યું હતું કે, લોકડાઉન દરમિયાન ચહેરા પરની સુંદરતા જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખી. આ માટે જમવામાં ખાસ કાળજી રાખી અને આ સિવાય ઔષધિનો ઉપયોગ કર્યો. જેને કારણે બ્યુટી ટ્રીટમેન્ટ નહીં લીધી હોવા છતાં કોઈ વધુ પ્રોબ્લેમ નથી થયો.


લાઇફ સ્ટાઇલ બદલાઇ ગઈ છેઃ બોસ્કી
ફેશનના ફિલ્ડ સાથે સંકળાયેલ બોસ્કી નથવાણી કહે છે કે, લોકડાઉન દરમિયાન દરેક તકેદારીનું પાલન કર્યું છે. હાલ ભલે લોકડાઉન ખૂલી ગયું છે પણ જે લાઈફ સ્ટાઈલ છે તે સાવ બદલાઈ ગઇ છે. એકબીજાને મળી નથી શકાતું તેને કારણે પહેલા જેવી ખુશી આવતી નથી. અત્યારે એવું લાગે છે કે, જાણે ગામડાની જિંદગી જીવી રહ્યા છે. જેમ ગ્રામ્ય વિસ્તાર સાંજના 7 પછી એકદમ સૂમસામ થઈ જાય છે તેવી જ રીતે અત્યારે રાજકોટની રાતની રોનક ગાયબ થઇ ગઇ છે. બ્યુટી સલૂનના સંચાલક નિલ મ્યાત્રા જણાવે છે કે, સૌથી વધુ બુકિંગ અને ઈન્કવાયરી હેર માટે જ આવી રહી છે. હાલ તો પાર્લરમાં આવતા દરેક લોકોની હિસ્ટ્રી પૂછીએ છીએ અને જે અપરિચિતની ટ્રીટમેન્ટ કરતા જ નથી.

adv

Related News

post
post
post
post
post
post
post