• Home
  • News
  • ધારાસભ્ય સુખડિયાના પુત્રની હેપ્પી હોમ્સ એજન્સીનું 11 મહિનામાં બીજીવાર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું
post

એસઓજીએ કારેલીબાગના જલારામનગરમાં દરોડો પાડી ત્રણને ઝડપી પાડ્યા, એક વોન્ટેડ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-08 10:47:01

વડોદરા: ભાજપના ધારાસભ્ય જીતુ સુખડિયાના પુત્રની ગેસ એજન્સી હેપ્પી હોમ્સમાં પોલીસે 11 મહિનામાં ટેમ્પોમાં ગેસના બોટલની ડિલિવરી આપવા જતા ટેમ્પા ચાલક દ્વારા આચરાતા ગેસ રિફિલિંગ કૌભાંડને ઝડપી પાડ્યું છે. શહેર એસઓજીની ટીમે કારેલીબાગ જલારામનગરમાં ગેસ રીફલિંગ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડી ઘરેલુ અને કોમર્શિયલ ગેસના કુલ 109 બોટલ અને ટેમ્પો સહિતની સામગ્રી જપ્ત કરી હતી. એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

એસઓજીએ ત્રણેય શખ્સોની અટકાયત કરી જયેશ ભરવાડને વોન્ટેડ જાહેર કર્યો છે
વએસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે કારેલીબાગ જલારામનગરમાં આવેલા જયેશ ભરવાડના ઘર પાસે ગેસ રીફિલિંગ ચાલી રહ્યું છે. જે માહિતીના આધારે એસઓજીની ટીમે સ્થળ પર દરોડો પાડી ગેસના બોટલમાં રીફીલિંગ કરતા દિનેશ માળી, હેમંત માળી અને વિપુલ ભરવાડને ઝડપી પાડયા હતા. તેમજ બે ટેમ્પો અને 109 બોટલ જપ્ત કર્યા હતા. આ ત્રણેય શખ્સો નિઝામપુરામાં આવેલી ધારાસભ્ય જીતુ સુખડિયાનીના પુત્ર હિરેન સુખડિયાની હેપ્પી હોમ્સ ગેસ એજન્સીમાંથી ગેસના બોટલ ભરી અહીંયા આવતા હતા અને જયેશ ભરવાડના ઘર પાસે રિફીલિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. એસઓજીએ ત્રણેય શખ્સોની અટકાયત કરી જયેશ ભરવાડને વોન્ટેડ જાહેર કર્યો છે. આ અંગે તોલમાપ શાખાએ પણ તપાસ હાથ ધરી છે.

11 મહિના અગાઉ શો કોઝ નોટિસ આપી પુરવઠાએ સંતોષ માન્યો હતો
વર્ષ 2019ના સપ્ટેમ્બરમાં પુરવઠા વિભાગની ટીમે ધારાસભ્ય સુખડીયાના પુત્ર હિરેનની નિઝામપુરાની ગેસ એજન્સીના કર્મચારીઓને સમા જલારામ મંદિર પાસે ગેસના બોટલમાં રિફીલિંગ કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તે સમયે બંને કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને સંચાલક હિરેનને જિલ્લા પુરવઠા તંત્રે શો કોઝ નોટિસ ફટકારી હતી.

એજન્સી સંચાલકની સંડોવણી કે તેની જાણ બહારનું કારસ્તાન ?
11
મહિના બાદ ફરી હેપ્પી હોમ ગેસ એજન્સીના કર્મચારીઓને ગેસ રિફીલિંગ કરતા ઝડપાયા હતા.ત્યારે હવે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. કે વારંવાર આચરવામાં આવતા આ પ્રકારના કૃત્યમાં હેપ્પી હોમ્સના સંચાલકની પણ સંડોવણી છે કે ગેસ એજન્સીના સંચાલકની જાણ બહાર જ આખુ કૌભાંડ ચલાવાઇ રહ્યું હતું?

 

adv

Related News

post
post
post
post
post
post
post