• Home
  • News
  • હાર્દિક પંડ્યાના રમવાથી ભારતને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ફાયદો: ઈયાન ચેપલ
post

ટીમ ઈન્ડિયા વર્ષના અંતે ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટની સીરિઝ રમશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 12:17:29

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં રમવા માટે હાર્દિક પંડ્યા ભારત માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થશે. ચેપલે કહ્યું,‘જો પંડ્યા ઉપલબ્ધ રહે છે તો ટીમને મદદ મળશે. તે દબાણ વધારવા માટે ભારત માટે એક વધારાનો બોલિંગ ઓપ્શન બની શકે છે. એવા સમયે જ્યારે મુખ્ય બોલરોને આરામની જરૂર રહેશે.ટીમ ઈન્ડિયા વર્ષના અંતે ઓસ્ટ્રેલિયા પ્રવાસે 4 ટેસ્ટની સીરિઝ રમશે. પંડ્યાએ તાજેતરમાં પીઠની ઈજાના કારણે ટેસ્ટ ક્રિકેટને પડકારજનક ગણાવી હતી. 


બીજા સ્પિનરને અંતિમ 11માં સ્થાન મળી શકે
ચેપલે કહ્યું કે,‘પંડ્યા પાસે સિડનીમાં થનારી મેચ અગાઉ પ્રારંભિક 3 ટેસ્ટ મેચમાં પોતાની ઓવરોની સંખ્યા ધીમે-ધીમે વધારવાની તક રહેશે. સિડનીમાં તે ત્રીજા ઝડપી બોલરની ભૂમિકા ભજવી શકે છે, જેથી બીજા સ્પિનરને અંતિમ 11માં સ્થાન મળી શકે.ચેપલે કહ્યું કે- સિલેક્ટર્સે સ્પિનર અશ્વિન, જાડેજા અને કુલદીપમાંથી કોઈની પસંદગી માટે ચર્ચા કરવી પડશે. અશ્વિનનો રેકોર્ડ શાનદાર છે પરંતુ ઓસ્ટ્રેલિયામાં નહીં.


બાયો સિક્યોરની સાથે થનારી મેચમાં લાળથી જોખમ નથી: પોલોક
દ.આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર શૉન પોલોકે કહ્યું કે- બાયો સિક્યોરની સાથે થનારી મેચમાં લાળના ઉપયોગથી કોઈ જોખમ નહીં હોય. જ્યારે એકવાર ખેલાડીનો ટેસ્ટ થઈ જાય પછી તે 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેશે. જે પછી તેના શરીરમાં કોઈ લક્ષણ નહીં હોય તો એવામાં લાળના ઉપયોગથી કોઈ ફેર નહીં પડે. આઈસીસીની ક્રિકેટ કમિટીએ લાળના ઉપયોગ પર હાલ પ્રતિબંધ લગાવવાનું સૂચન કર્યું છે.