• Home
  • News
  • હાર્દિક પંડ્યા પિતા બનવાનો છે, સોશિયલ મીડિયા પર શેર કર્યા ‘ગુડ ન્યૂઝ’
post

નતાશાએ અને મેં અત્યારસુધી જીવનને સારી રીતે પસાર કર્યું અને હવે તેને વધુ ખુશહાલ બનાવીશું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 12:10:57

મુંબઈ: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટૂંક સમયમાં પિતા બનવાનો છે. તેણે આ સારા સમાચાર ફેન્સ સાથે સોશિયલ મીડિયા થકી શેર કર્યા હતા. હાર્દિકે સોશિયલ મીડિયા પર નતાશા સ્ટેનકોવિચની બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી. 


જીવનના આ નવા તબક્કા માટે ઉત્સાહિત છીએ
હાર્દિકે લખ્યું કે,‘નતાશાએ અને મેં અત્યારસુધી જીવનને સારી રીતે પસાર કર્યું અને હવે તેને વધુ ખુશહાલ બનાવવા જઈ રહ્યાં છીએ. અમે ટૂંકસમયમાં નવા મહેમાનનું સ્વાગત કરવા જઈ રહ્યાં છીએ. અમે જીવનના આ નવા તબક્કા માટે ઉત્તાહિત છીએ અને તમામ લોકોના આશીર્વાદ ઈચ્છીએ છીએ.ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ નતાસા સાથે સગાઈની 1 જાન્યુઆરી 2020ના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થકી જાહેરાત કરી હતી. એવી પણ ચર્ચા છે કે, હાર્દિકે-નતાશા સાથે લગ્ન પણ કરી લીધા છે.