• Home
  • News
  • પાકિસ્તાન સામેની જીતના હીરો હાર્દિક પંડ્યાની બ્રાન્ડ વેલ્યૂમાં પણ રાતોરાત ઉછાળો
post

સોમવારે જ હાર્દિકને બે બ્રાન્ડનો એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો છે.જોકે હજી પણ તેની બ્રાન્ડ વેલ્યૂમાં વધારો થવાની શકયતા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-30 18:07:04

નવી દિલ્હી: એશિયા કપ ટી 20માં પાકિસ્તાન સામેની મેચના હીરો રહેલા હાર્દિક પંડ્યા રાતોરાત કરોડો લોકોનો ફેવરિટ બની ગયો છે.જેનો ફાયદો હવે હાર્દિકને એડવર્ટાઈઝમેન્ટના મેદાનમાં મળી રહ્યો છે.હાર્દિકને સાઈન કરવા માટે ઘણી મોટી બ્રાન્ડસ રાતોરાત તૈયાર થઈ ગઈ છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે હાર્દિકના બ્રાન્ડ મેનેજર તરીકે કામ કરતી એજન્સીનુ કહેવુ છે કે, હાર્દિકને હવે  બ્રાન્ડ પ્રમોટ કરવા માટે બે કરોડ રૂપિયા પ્રતિ દિવસના હિસાબે પેમેન્ટ થઈ રહ્યુ છે.દરેક બ્રાન્ડની એડ શુટ કરવા માટે બે દિવસનો સમય લાગે છે અને એ હિસાબે હાર્દિકને દરેક બ્રાન્ડ પાસેથી 4 કરોડ રૂપિયા મળી રહ્યા છે.

હાર્દિક હાલમાં આઠ થી દસ બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યો છે અને આવનારા દિવસોમાં બીજા પાંચેક બ્રાન્ડ તે પ્રમોટ કરતો દેખાશે. હાર્દિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ બ્રાન્ડનો પ્રચાર કરવા માટે પ્રતિ પોસ્ટ 40 લાખ રૂપિયા લે છે અને તે કોહલી તેમજ રોહિત બાદ સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતો ભારતીય ક્રિકેટર બની ગયો છે.

સોમવારે જ હાર્દિકને બે બ્રાન્ડનો એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો છે.જોકે હજી પણ તેની બ્રાન્ડ વેલ્યૂમાં વધારો થવાની શકયતા છે. હાલમાં તે 11 કંપનીઓનુ પ્રમોશન કરી રહ્યો છે.