• Home
  • News
  • અમદાવાદમાં રસ્તા અને રખડતા ઢોર કામગીરીમાં ઢીલી નીતિથી હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢી
post

કોર્ટે આગામી શુક્રવાર સુધીમાં નક્કર પગલાં લઈને કોર્ટને જણાવવા હૂકમ કર્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-25 18:32:06

અમદાવાદઃ અમદાવાદમાં રોડ અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. કોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે, અધિકારીઓ કોર્ટના હૂકમોને કેમ ધ્યાને લેતા નથી. તંત્રએ સભાન થઈને કામ કરવું જોઈએ. કોર્ટે આગામી શુક્રવાર સુધીમાં કામગીરીનો રીપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો. એએમસીની ઢીલી નીતિને કારણે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

વધુ સુનાવણી 29 એપ્રિલે યોજાશે
રખડતા ઢોર અને રોડ રસ્તાને લઈને અરજી કરનાર અરજદારે કોર્ટના હૂકમના તિરસ્કાર માટે એએમસી કમિશ્નર અને સિટી એન્જિનિયર જવાબદાર હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી.જવાબદારીમાં બેદરકારી દાખવવા બદલ એક ઈન્ક્રિમેન્ટ રોકવાથી અધિકારીઓને કોઈ ફર્ક નથી પડતો તેવી પણ રજૂઆત કરાઈ હતી. તે ઉપરાંત અરજદાર દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે રાજ્ય સરકારની કોઈ નીતિ નથી અને જે નીતિ બનાવવામાં આવી છે તેનો કોઈ અમલ થતો નથી. કોર્ટે વારંવાર હૂકમો થવા છતાં કામગીરી નહીં થતી હોવાનું નોંધ્યું હતું. કોર્ટે આગામી શુક્રવાર સુધીમાં નક્કર પગલાં લઈને કોર્ટને જણાવવા હૂકમ કર્યો હતો. આ મુદ્દે વધુ સુનાવણી 29 એપ્રિલે યોજાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post