• Home
  • News
  • પૂર્વ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો, પંત વિશે કહ્યું- પોતાને ધોની સમજવા લાગ્યો છે
post

એક ઈન્ટરવ્યુમાં એમએસકે પ્રસાદે કહ્યું કે, પંત હવે પોતાના આદર્શ ધોનીથી ન ફક્ત પોતાની સરખામણી કરી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 12:03:59

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ ભલે 15 ઓગસ્ટે સંન્યાસનું એલાન કર્યું હોય, પણ લાંબા સમયથી તેના વિકલ્પની શોધ શરૂ કરી દેવામાં આવી હતી. એમએસકે પ્રસાદની આગેવાનીવાળી સિલેક્ટર્સની કમિટી સતત રિષભ પંત પર ભરોસો કરતી આવતી રહી છે. તેને માહી સાથે પ્લેઈંગ 11માં પણ સામેલ કરતી રહી, જેથી પંત ધોની પાસેથી રમતની બારીકાઈ સમજી શકે. શરૂઆતમાં દિલ્હીના આ ખેલાડીએ પોતાને સાબિત તો કર્યો, પણ સમય જતાં તેની રમતનું સ્તર ઘટવા લાગ્યું હતું. હવે રિષભના બદલે કેએલ રાહુલને મોકો આપવામાં આવે છે.

એક ઈન્ટરવ્યુમાં એમએસકે પ્રસાદે કહ્યું કે, પંત હવે પોતાના આદર્શ ધોનીથી ન ફક્ત પોતાની સરખામણી કરી રહ્યો છે પણ હવે અનેક બાબતોમાં તે ધોનીને કોપી કરવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે. અને આ જ કારણે તેના રમતનું સ્તર ઘટવા લાગ્યું છે. મારી તુલના ધોની સાથે થાય છે, તે ઉત્સાહે તેને જકડી લીધી છે. પ્રસાદે કહ્યું કે, અમે પંતને અનેક વખત વાત કરી તે આ માનસિકતામાંથી બહાર આવે.

સપ્ટેમ્બર 2016થી માર્ચ 2020 સુધી સિલેક્ટર કમિટીના ચેરમેન પ્રસાદની જગ્યાએ માર્ચમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર સુનીલ જોશીને આ જવાબદારી મળી છે. ભારત માટે 6 ટેસ્ટ અને 17 વન ડે રમેલાં પ્રસાદે કહ્યું કે, પોતાના કાર્યકાળમાં મેં તેને સમજાયું કે તે ધોની સાથે પોતાની સરખામણી ન કરે. પોતાની રમત પર ફોકસ કરે. પ્રસાદે કહ્યું કે પંતને ધોનીના પડછાયામાંથી બહાર આવવાની જરૂર છે.

વર્ષ 2018માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યા બાદ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સદજી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા બાદ પંતને ટીમ મેનેજમેન્ટ વારંવાર મોકો આપતું રહ્યું કેમ કે તેના અંદર તેઓને પ્રતિભા જોવા મળી હતી. પોતાને સાબિત કરવાની ક્ષમતા પણ દેખાઈ. હવે ટીમ ઈન્ડિયામાં વિકેટકીપરના સ્પોટ માટે પંત, કેએલ રાહુલ અને સંજુ સેમસન વચ્ચે ટક્કર છે.