• Home
  • News
  • Delhi-NCRમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર
post

સુપ્રીમ કોર્ટની એક પેનલે દિલ્હી-એનસીઆરમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-01 16:10:54

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટની એક પેનલે દિલ્હી-એનસીઆરમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણના સ્તરને સીવીયર પ્લસ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. પર્યાવરણ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણએ હેલ્થ ઇમરજન્સી જાહેર થતાં શિયાળામાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ, કન્સ્ટ્રક્શન પર લાગેલા પ્રતિબંધને 5 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે.

દિલ્હીના લોધી રોડ, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ વિસ્તારમાં વાયુ પ્રદૂષણમાં PM 2.5નું લેવલ એર ક્વોલિટી ઇન્ડેક્સ અનુસાર 500ના ખતરનાક સ્તરે પહોંચી થયું છે. ગાજિયાબાદમાં આ આંકડો 487 પર છે. બીજી તરફ, નોઇડામાં પણ આ આંકડો 500ને સ્પર્શવાથી થોડો જ દૂર છે. ઉત્તર પ્રદેશના 8 શહેર ખતરનાક વાયુ પ્રદૂષણની ઝપેટમાં છે. ગુરુગ્રામ અને સિરસામાં પણ સ્થિતિ સારી નથી.આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ જાહેરાત કરી છે કે શહેરની તમામ શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ રહેશે. કેજરીવાલે પ્રદૂષણ સ્તર વધવાને કારણે આ નિર્ણય લીધો છે.

શરીર પર આવી અસર થઈ શકે છે

- આંખ, ફેફસાં, નર્વસ સિસ્ટમ, માથું દુખવું અને ત્વચા પ્રભાવિત થઈ શકે છે.
-
ડાયરિયાની બીમારી પણ થઈ શકે છે.
-
વાતાવરણમાં રહેલા હાનિકારણ તત્વ શ્વાસ દ્વારા શરીરમાં પહોંચી જાય છે, તે લોહીમાં ભળીને લોકોને રોગી બનાવી શકે છે.


ડૉક્ટરોની સલાહ

- સવાર અને મોડી સાંજની વૉકથી બચો. જો સવારે વૉક માટે જાઓ છો તો કંઈક ખાઈને જાઓ. ખાલી પેટ ફરવાનું ટાળો.
- પાર્કમાં ઝાકળ જોયા બાદ જ ત્યાં ફરો. ઝાકળના કારણથી પ્રદૂષણનું એક લેયર સાફ થઈ જાય છે.

- ઘરેથી બહાર જતી વખતે માસ્ક પહેરો.

- ભોજનમાં સ્વાસ્થ્યવર્ધક પદાર્થો લો એન ઘણું બધું પાણી પીવો, તેનાથી શરીરને હાનિ પહોંચાડનારા પ્રદૂષિત તત્વ શરીરમાંથી બહાર જતા રહેશે.