• Home
  • News
  • ગુજરાતમાં ગરમીનો કોપ; 8 શહેરમાં 42 ડિગ્રી, અમરેલીમાં સૌથી વધુ 43.4, અમદાવાદ 43.3 ડિગ્રી
post

આગામી નવ દિવસ 41થી 45 ડિગ્રી તાપમાન વધશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 09:14:55

અમદાવાદ: રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમી ગરમ પવનોની અસરથી અમદાવાદ સહિત 8 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 43.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ હતું. આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદ સહિત મોટા ભાગનાં શહેરોમાં ગરમીનું જોર યથાવત રહેશે.



લઘુત્તમ તાપમાન પણ 28 ડિગ્રી પાર
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધીને 43.3 ડિગ્રી નોંધાતા રાજ્યનું બીજા ક્રમનું સૌથી ગરમ શહેર હતું. તેમજ લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું. જો કે, ગરમ પવનોની તીવ્રતાને કારણે તાપમાન 43 ડિગ્રી હોવા છતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. તેમજ લઘુત્તમ તાપમાન પણ 28 ડિગ્રી પાર કરી જતાં ગરમીની સાથે લોકોએ અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. રાજ્યમાં પ્રવર્તતા દક્ષિણ-પશ્ચિમી ગરમ પવનોની અસરથી આગામી 3 દિવસે રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારો સહિત ગરમીનો પારો 43થી 44 ડિગ્રી જયારે અમદાવાદમાં 43થી 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમ છતાં અમદાવાદમાં આગામી 3 દિવસો દરમિયાન રિયલ ફીલને લીધે ગરમીનો પારો 43થી 44  ડિગ્રી હોવા છતાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. તેમજ આગામી 28 મેથી રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે, અને તેમાંય જો અરબી સમુદ્રમાં સક્રીય થનારું લો-પ્રેશર ગુજરાત તરફ આગળ વધશે તો 1 અને 2 જૂન બાદ ગરમીમાં 2થી 7 ડિગ્રીનો ઘટાડો થવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. 

31 મે સુધી ટેમ્પરેચરમાં  સતત વધારો થતો રહેશે

તારીખ

 તાપમાન(અંદાજે)

26 મે        

43થી 44 ડિગ્રી

27 મે            

43થી 44 ડિગ્રી

28 મે            

42થી 43 ડિગ્રી

29 મે            

41થી 42 ડિગ્રી

30 મે            

41થી 42  ડિગ્રી

31 મે            

40થી 41 ડિગ્રી

1 જૂન            

40 ડિગ્રી

2 જૂન          

40 ડિગ્રી

3 જૂન

38થી 39 ડિગ્રી

આ ગરમીમાં થનારો સામાન્ય ઘટાડો છે, પણ 30 અને 31 મેનાં રોજ સર્જાનારું લો-પ્રેશર મજબૂત બનીને દેશના ઉત્તરનાં ભાગોથી ગુુજરાત તરફ આગળ વધશે, 2 જૂન પછી રાજ્યના તાપમાનમાં 2થી 7 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.


ગુજરાતમાં ગરમીનું મીટર 

અમરેલી

43.4

અમદાવાદ

43.3

કંડલા એરપોર્ટ અને ડીસા

43.2

ગાંધીનગર

43.0

સુરેન્દ્રનગર

42.8

વલ્લભ વિધાનગર

42.7

વડોદરા

42.2


તો 2 જૂન પછી રાજ્યના તાપમાનમાં 2-7 ડિગ્રી સુધીનો ઘટાડો થશે
હવામાન નિષ્ણાત અંકિત પટેલે જણાવ્યું હતું કે લક્ષદ્વીપમાં 30 અને 31 મે આસપાસ લૉ પ્રેશર રચાઇ શકે છે, જેથી હાલમાં લૉ-પ્રેશરનાં ટ્રેક વિશે કહેવું ઘણું વહેલું કહેવાશે. પરંતુ, આ આ લૉ પ્રેશર દેશનાં ઉત્તરનાં ભાગોથી ગુજરાત તરફ આગળ વધશે તો તા. 1 અને 2 જૂન પછી રાજ્યના તાપમાનમાં 2થી 7 ડિગ્રી ઘટાડો થઇ શકે છે. તેમ છતાં આ લૉ-પ્રેશર કેટલુ મજબૂત બનીને કઇ દિશામાં આગળ વધે છે, તેના પર આધાર રહેશે.  આગામી 3 દિવસ ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારો સહિત ગરમીનો પારો 35થી 45 ડિગ્રીની જયારે રાજ્યનાં આંતરિક વિસ્તારોમાં 41થી 45 ડિગ્રી અને અમદાવાદમાં 43થી 44 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post