• Home
  • News
  • મેઘકહેર:ગીરમાં 10 ઈંચ વરસાદથી જમજીર ધોધનો અદભૂત નજારો, ભડિયાદર, ગોહિલની ખાણ ગામ બેટમાં ફેરવાયું
post

ગીર વિસ્તારમાં સતત વરસાદથી ગામો બેટમાં ફેરવાય રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 10:35:14

ગીરમાં 10 ઈંચ વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે જમજીર ધોધમાં ઘોડાપૂર આવતા અદભૂત નજારો કેમેરામાં કેદ થયો છે. જમજીર ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ખૌફનાક દ્રશ્યો જમજીર ધોધના જોવા મળી રહ્યા છે. તેમજ ભડિયાદર અને ગોહિલની ખાણ બેટમાં ફેરવાયું છે. બંને ગામ ફરતે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પૂરના પાણી ઘરોમાં પણ ઘૂસ્યા છે આથી લોકો પરેશાન બન્યા છે.

મછુન્દ્રી નદીના પાણી મહાદેવ મંદિરમાં ફરી વળ્યા
ભારે વરસાદને લઈ કોડીનાર નજીકનાં ગોહિલની ખાણ ગામેથી પસાર થતી સોમત નદી ગાંડીતૂર બની છે. આથી ગામ બેટમાં ફેરવાયું છે. ઉનાના દેલવાડાની મછુન્દ્રી નદી ગાંડીતૂર બની છે. બેઠા કોઝવેની સામે કાંઠે આવેલું મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. મછુન્દ્રી નદીના પૂરના પાણી દેલવાડાથી બંદર 12 ગામોના લોકોનો વાહન વ્યવહારને અસર પડી છે. ઉના તાલુકાનું ભડિયાદર ગામ પણ બેટમાં ફેરવાયું છે. ગીર વિસ્તારમાં સતત વરસાદથી ગામો બેટમાં ફેરવાય રહ્યા છે. ઉનામાં ભારે વરસાદ બાદ રાવલ નદી ગાંડીતૂર બની છે. આથી માણેકપુર ગામે જવાના બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. ગામ લોકોની અવર જવર પણ બંધ થઈ છે

 

adv

Related News

post
post
post
post
post
post
post