• Home
  • News
  • અવિરત મેઘમહેર:રાજકોટમાં ન્યારી બાદ આજી ડેમ છલકાયો, 29.60 ફૂટની સપાટીએ ઓવરફ્લો થયો, પીવાના પાણીની સમસ્યા નહીં થાય
post

રાજકોટના ભક્તિનગર સર્કલ, માધાપર ચોકડી, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ પર ધોધમાર વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 10:17:04

ભારે વરસાદ અને ઉપરવાસમાં સારો વરસાદ થવાથી રાજકોટનો ન્યારી ડેમ બાદ આજી ડેમ પણ ઓવરફ્લો થયો છે. નોંધનીય છેકે, 62 વર્ષ(1958થી 2020) સુધીમાં 16મી વાર આજી ડેમ છલકાયો છે. આજી ડેમ 29.60 ફૂટની સપાટીએ ઓવરફ્લો થયો છે. રાજકોટ શહેરને આજી, ન્યારી અને ભાદર ડેમમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે. જેમાંથી બે ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ શહેરમાં આ વર્ષે પીવાના પાણીની સમસ્યા નહીં થાય.

રાજકોટમાં ધોધમાર વરસાદથી લક્ષ્મીનગરના નાલામાં પાણી ભરાતા બંધ
રાજકોટમાં આજે મંગળવારે રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોરના 1 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ગાયત્રીનગર મેઇન રોડ પર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. તેમજ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે લક્ષ્મીનગરનું નાલુ બંધ કરવામાં આવ્યું છે. લક્ષ્મીનગરના નાલામાં પાણી ભરાતા વાહનોની અવરજવર બંધ થઈ છે. ભાવનગરમાં પણ ભારે વરસાદથી બે માળનું મકાન ધરાશાયી થયું છે. રાજકોટમા ભક્તિનગર સર્કલ, માધાપર ચોકડી, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કોટડાસાંગાણી અને ગોંડલ પંથકમાં 2થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ નોંધાતા ઠેર ઠેર પાણી ભરાયા છે અને નાના મોટા ગરનાળા બંધ કરવામાં આવ્યા છે. શહેરના લક્ષ્મીનગર, પોપટપરાનું નાલુ બંધ કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણી આવતા રામનાથ મંદિરમાં ફરી એકવાર પાણી ફરી વળ્યા છે.

રાજકોટ જિલ્લામાં સવારે 6થી સાંજના 5 વાગ્યા સુધીમાં વરસેલો વરસાદ (MMમાં)
કોટડા સાંગાણી- 24
રાજકોટ- 30
લોધિકા- 66
વીંછિયા- 15
પડધરી- 6
જામકંડોરણા- 8
ગોંડલ- 8

કોટડાસાંગાણી અને ગોંડલ પંથકમાં 2થી 3 ઇંચ
રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કોટડાસાંગાણી અને ગોંડલ પંથકમાં 2થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આથી પાટિયારી ગામ પાસે મોતીસર ગામ પાસે આવેલો મોતીસર ડેમ ઓવરફલો થયો છે. આ ડેમનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે છે. ગોંડલ તાલુકાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. નાની મેંગણી, મોટી મેંગણી, દાળેશ્વર, વારાધરી, પાટિયારી સહિતના ગામડાઓમાં સારો વરસાદ વરસ્યો હતો. રાજકોટના શાપર-વેરાવળમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી હાઈવે પર વાહનોની વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

ન્યારી1 ડેમના બે દરવાજા ખોલાયા
રાજકોટ ન્યારી 1 ડેમના વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા છે. આથી કુલ પાંચ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અગાઉ ત્રણ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. આથી ડેમ હેઠળ આવતા વાજડી, ઇશ્વરીયા, ન્યારા અને ખંભાળા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ન્યારી 1 ડેમનું પાણી રાજકોટને પીવા માટે આપવામાં આવે છે.

ભાવનગરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા
ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેતીના પાકને નવજીવન મળ્યું છે. ભારે ઉકળાટ, ગરમી બાદ આજે બપોર બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તમામ તાલુકાઓમાં ખેતી માટે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. જે પાક પાણી વિના મૂરઝાય રહ્યો હતો તે પાકને વરસાદી પાણી મળવાથી તે ફરી ફૂલ્યોફાલ્યો છે. ભાવનગરમાં વરસાદના પગલે વડવાનેરામાં રાત્રીના સમયે બે માળનું મકાન ધરાશાયી થયું છે. સદનસીબે એ સમયે મકાનમાં કોઈ નહીં હોવાથી જાનહાનિ પહોંચી નથી. પરંતું મકાનનો કાટમાળ નીચે પાર્ક કરેલ સ્કૂટર પર પડતા તેને ભારે નુકશાન પહોંચ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post