• Home
  • News
  • અમદાવાદ:શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ગોતા, મોટેરા, સેટેલાઈટ, નરોડા સહિતના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
post

શહેરના આ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 12:00:40

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં સવારના સમયે જાણે કે સમી સાંજ ન પડી ગઇ હોય તેવું વાતાવરણ જોવા મળ્યુ છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને કડાકા ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

શહેરના આ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ
વહેલી સવારથી શહેરના ગોતા, રાણીપ, સાબરમતી, ન્યૂ રાણીપ, સુભાષ બ્રિજ, મોટેરા, ચાંદખેડા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, નરોડા, સરદારનગર, એરપોર્ટ, કૃષ્ણનગર, નિકોલ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગર શહેરમાં પણ સવારથી વરસાદી માહોલ વચ્ચે એકાદ કલાક ધોધમાર વરસાદ વરસી ગયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post