• Home
  • News
  • આ રહી ગુજરાત ટાઇટન્સની IPL ટીમ:કિલર મિલર અને મેથ્યૂ વેડની ટીમમાં પસંદગી, 50 લાખમાં વરુણ એરોનને પણ સામેલ કર્યો
post

ઈંગ્લેન્ડના આક્રમક ઓપનર જેસન રોયને ટીમે 2 કરોડમાં ખરીદ્યો, ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને ગુજરાત ટાઈટન્સે 10 કરોડમાં ખરીદ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-14 12:00:16

IPL 2022 મેગા ઓક્શનનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે IPLમાં 10 ટીમ રમશે. લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ એમ બે નવી ટીમ જોડાઈ છે. આ ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ IPL-2022માં રમશે. ગુજરાત ટાઈટન્સ આ ઓક્શનમાં પોતાની નવી જ ટીમ માટે શ્રેષ્ઠ પ્લેયરો પસંદ કરશે.. ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમનું નામ ત્રણ દિવસ પહેલાં, એટલે કે 9મી ફેબ્રુઆરીએ જાહેર કર્યું હતું. હરાજીમાં મોહમ્મદ શમીને 6.25 કરોડમાં ખરીદી ગુજરાત ટાઈટન્સે પોતાનું ખાતું ખોલાવ્યું છે.

આ રહી ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓની યાદી

ક્રમ

ખેલાડી

કેટલામાં ખરીદ્યો

1

હાર્દિક પંડ્યા

15 કરોડ

2

રાશિદ ખાન

15 કરોડ

3

શુભમન ગિલ

8 કરોડ

4

મોહમ્મદ શમી

6.25 કરોડ

5

જેસન રોય

2 કરોડ

6

લોકી ફર્ગ્યુસન

10 કરોડ

7

અભિનવ સદારંગની

2.60 કરોડ

8

રાહુલ તેવટિયા

9 કરોડ

9

નૂર અહમદ

30 લાખ

10

આર.સાઈ કિશોર

3 કરોડ

11

ડોમિનીક ડ્રેક્સ

1 કરોડ 10 લાખ

12

જયંત યાદવ

1 કરોડ 70 લાખ

13

વિજય શંકર

1 કરોડ 40 લાખ

14

યશ દયાલ

3 કરોડ 20 લાખ

15

દર્શન નાલકાન્ડે

20 લાખ

16

અલ્ઝારી જોસેફ

2 કરોડ 40 લાખ

17

પ્રદિપ સાંગવાન

20 લાખ

18

ડેવિડ મિલર

3 કરોડ

19

રિદ્ધિમાન સાહા

1 કરોડ 90 લાખ

20

મેથ્યૂ વેડ

2 કરોડ 40 લાખ

21

ગુરકિરત સિંહ

50 લાખ

22

વરુણ એરોન

50 લાખ

લિયમ લિવિંગસ્ટોનને લેવા ગુજરાતનો પ્લાન ફ્લોપ
બીજા દિવસે ઓલરાઉન્ડરની બોલી લાગી રહી હતી ત્યારે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ વચ્ચે લિયામ લિવિંગસ્ટોનને લેવા માટે પડાપડી થઈ હતી. તેવામાં જ્યારે 10 કરોડ 25 લાખને પાર લિયમની પ્રાઈઝ પહોંચી હતી ત્યારે આશિષ નહેરાએ 1 મિનિટનો વિચારવાનો સમય માગવો પડ્યો હતો. જોકે આ દરમિયાન હૈદરાબાદની ટીમે આ બોલીમાં જંપલાવ્યું અને લિયમ લિવિંગસ્ટોનને પસંદ કરવા 10 કરોડ 75 લાખની બોલી લગાવી હતી. 

ગુજરાતને લોટરી લાગી, જેસન રોય 2 કરોડમાં સામેલ
ઈંગ્લેન્ડના આક્રમક ઓપનર જેસન રોયને ટીમે 2 કરોડમાં ખરીદ્યો છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને ગુજરાત ટાઈટન્સે 10 કરોડમાં ખરીદ્યો છે. તે સિવાય અનકેપ્ડ પ્લેયર અભિનવ સદારંગનીને 2 કરોડ 60 લાખમાં ખરીદ્યો છે. ભારે હરિફાઈ બાદ છેવટે ગુજરાત ટાઈટન્સ રાહુલ તેવટિયાને પોતાની ટીમમાં સામેલ કરવામાં સફળ થયા છે, રાહુલ તેવટિયાને 9 કરોડમાં ખરીદ્યો છે. અનકેપ્ડ સ્પિનર નૂર અહમદને 30 લાખમાં ખરીદવામાં આવ્યો છે. આર.સાઈ કિશોરને 3 કરોડમાં ગુજરાતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

સૌથી ચર્ચામાં રહેલા ગુજરાતની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યાને લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યો છે. આમ, બંને ભાઈઓ IPL-2022માં અલગ-અલગ ટીમમાંથી રમતા જોવા મળશે. ગત સીઝનો સુધી પંડ્યા બ્રધર્સ તરીકે ઓળખાતા હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા હતા. આ પ્રથમ વખત એવું બનશે કે બંને ભાઈઓ જુદી-જુદી ટીમમાંથી રમશે. ગુજરાત ટાઈટન્સે કૃણાલ પંડ્યાને ખરીદવા મોડેથી બોલી લગાવી હતી, પરંતુ લખનઉની ટીમે બાજી મારી લીધી હતી.શમીએ ગુજરાત ટાઈટન્સની ટીમમાં સામેલ થયા બાદ કહ્યું, કેમ છો, ગુજરાત ટાઈટન્સ, હું ગુજરાતની ટીમનો ભાગ બની ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છું. હું આશા રાખું છું કે આપણા દરેક માટે આ IPL સીઝન ખૂબ જ સ્પેશિયલ રહેશે.

આ ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે શ્રેયસ અય્યરને ખરીદવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ છેવટે KKR (કોલકાતા નાઈટ રાઈડર્સ)એ 12.25 કરોડમાં ખરીદી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હવે ટાઈટન્સની નજર પોતાની ટીમ માટે આક્રમક બેટ્સમેન ખરીદવા પર રહેશે.