• Home
  • News
  • કચ્છમાંથી હેરોઈન-અફીણ ઝડપાયું:રાજસ્થાની પતિ-પત્ની ઘરમાં હેરોઇન-અફીણ વેચતાં ઝડપાયાં, SOGએ 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
post

આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-1985 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે તેમને અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-08 18:23:10

ગુજરાત રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાંથી ફરી એક વખત માદક પદાર્થ ઝડપાયું છે. પૂર્વ કચ્છ SOG પોલીસે અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં રહેતાં એક પતિ-પત્નીને 1 કરોડ 12 લાખના માદક પદાર્થ હેરોઈન અને અફીણના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં છે. તેમની સાથે સંડોવાયેલા અન્ય એક આરોપીને પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. ઝડપાયેલા માદક પદાર્થના જથ્થામાંથી સેમ્પલ વધુ તપાસણી અર્થે F.S.L ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યાં છે તેમજ આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

ઘરની અંદર હેરોઇન-અફીણનો કારોબાર
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, SOG ઇન્ચાર્જ PI એન.એન ચૂડાસમા, PSI એન.કે ચૌધરી અને સ્ટાફના માણસોએ બાતમીના આધારે અંજાર વિસ્તારમાં આવેલા પુરુષોત્તનગરમાં મકાન.નં.13 મેઘપર(બો) ખાતે રહેણાકના મકાનમાં રેડ કરી તપાસ ક૨તાં જગદીશ ગંગાવિશન બિશ્નોઈ તથા તેની પત્ની વિજયરાજે પોતાના મકાનમાં ગેરકાયદે રીતે માદક પદાર્થ હેરોઈન, પીળા ક્રીમ કલરનું હેરોઈન અને કાળા કથ્થાઈ કલરના ઘટ પ્રવાહી-અફીણનો રસ રાખી ગેરકાયદે રીતે વેચાણ પ્રવૃત્તિ કરતાં મળ્યાં હતાં.

કરોડોનાં હેરોઈન-અફીણ સાથે દંપતીની અટકાયત
પોલીસે બંનેને 48.88 લાખની કિંમતનો 97.970 ગ્રામ બ્રાઉન કલરનું હેરોઈન અને 12.57 લાખની કિંમતનો 125.150 ગ્રામ પીળા-ક્રીમ કલરનું હેરોઈન અને 5,309ની કિંમતનો 53.09 ગ્રામ કાળા કથ્થાઈ કલરના ઘટ પ્રવાહી-અફીણનો રસ, ઉપરાંત 60,000ની કિંમતના 3 મોબાઈલ સહિત કુલ 1,12,20,809/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-1985 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે તેમને અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યાં છે. પોલીસે જણાવ્યું હતું કે તેમની સાથે સંડોવાયેલા અન્ય એક આરોપી સંજય બિશ્નોઈ (રહે.જાનવી ગામ તા.સાંચોર રાજસ્થાન)વાળાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

પોલીસે વધુમાં વિગતો આપતાં જણાવ્યું હતું કે ઝડપાયેલ માદક પદાર્થના જથ્થામાંથી સેમ્પલ વધુ તપાસણી અર્થે F.S.L ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યાં છે તથા આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.


adv

Related News

post
post
post
post
post
post
post