• Home
  • News
  • કૉંગ્રેસના ધારાસભ્યોને 'આત્માના અવાજ'થી મત આપવાની છૂટ આપવા હાઈ કમાન્ડની વિચારણા
post

બંને દિગ્ગજ ઉમેદવાર છે, ધારાસભ્યો પર દબાણ કરાય તો કૉંગ્રેસમાં વધુ ભંગાણ પાડવાનો ડર

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-13 11:21:27

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો ભાજપે ખેલ પાડી દેતા કૉંગ્રેસમાં બે બેઠક જીતવું મુશ્કેલ બની ગયું છે, તેમાં પણ કૉંગ્રેસ ના બંને ઉમેદવાર ભરતસિંહ અને શક્તિસિંહ દિગ્ગજ નેતા છે, બંનેની શાખ દાવ પર લાગી છે, ત્યારે હાઈ કમાન્ડ પણ અસમંજસ મુકાઈ ગયું છે કે કોને જીતાડવા. આ સંજોગોમાં કફોડી સ્થિતિમાં મુકાયેલા ધારાસભ્યોને આત્માના અવાજથી મત આપવાની છૂટ આપવાની વિચારણા ચાલી રહી છે.

કૉંગ્રેસના બાકી વધેલા ધારાસભ્યોને સાચવવા પણ હવે મુશ્કેલ
કૉંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામાં બાદ સ્થિતિ બગડી ગઈ છે. ત્યારે જે બાકી વધેલા ધારાસભ્યોને સાચવવા પણ હવે મુશ્કેલ છે કેમ કે કૉંગ્રેસના ધારાસભ્યો બે કેમ્પમાં વહેંચાઈ ગયા છે, એટલે બંને ઉમેદવારને પણ ડર છે કે, આપણી આંતરિક લડાઈમાં ધારાસભ્યો તૂટી જાય અને ક્રોસવોટિંગ કરે તો મુશ્કેલી વધી જાય. સુત્રોના જણાવ્યા મુજબ બીટીપીના બે મત મળે તો પણ કોંગ્રેસ બે મત પાછળ રહી જાય. અને આ સ્થિતિમાં પક્ષે કોઇપણ એક ઉમેદવારને જ જીતાડવો પડે તેવી શક્યતા છે. અને હવે બંને ઉમેદવારોમાંથી કોણ બલિદાન આપે તેનો મોટો સવાલ ઉભો થયો છે. 

શક્તિસિંહ હારે તો કોંગ્રેસ મોવડી મંડળનું પણ નાક કપાઈ તેમ છે
કોંગ્રેસ મોવડી મંડળે શક્તિસિંહના તરફેણમાં મત આપવા કહ્યું છે.પરંતુ ભરતસિંહ સોલંકી મેદાન છોડવા તૈયાર નથી અને અમિત ચાવડાનો તેમને સાથ છે. જ્યારે પક્ષના પાટીદાર ધારાસભ્યોએ શક્તિસિંહની સાથે છે અને જો શક્તિસિંહ હારે તો કોંગ્રેસ મોવડી મંડળનું પણ નાક કપાઈ તેમ છે અને તેથી હવે પક્ષ દ્વારા બીજી બેઠક જીતવાને બદલે એક ઉમેદવારનો બલિ ચડાવવાની કામગીરી શરુ થઇ છે. અસમંજસની સ્થિતિમાં મુકાયેલા કૉંગ્રેસના હાઈ કમાન્ડએ ધારાસભ્યોને પોતાના અંતર આત્માના અવાજ સાંભળી મત આપવાની છૂટ આપે તેવી શક્યતા છે. કેમકે જો હવે ધારાસભ્યો પર દબાણ કરવામાં આવે તો પક્ષમાં વધુ ભંગાણ પડે તેવો ડર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post