• Home
  • News
  • સરકાર શિયા અને સુન્નીને બદલે મુસ્લિમ વક્ફ બોર્ડ રચવા વિચાર કરે-હાઈકોર્ટ
post

અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપિઠે શુક્રવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને મુસ્લિમ વક્ફ બોર્ડની રચના કરવા સૂચન કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-16 15:48:15

લખનઉઃ અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપિઠે શુક્રવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને મુસ્લિમ વક્ફ બોર્ડની રચના કરવા સૂચન કર્યું છે. વર્તમાન સમયમાં શિયા અને સુન્ની માટે અલગ-અલગ વક્ફ બોર્ડ છે. આ આદેશ ન્યાયમૂર્તિ પંકજ જયસ્વાલ અને ન્યાયમૂર્તિ આલોક માથુરની ખંડપિઠે મસર્રત હુસૈન તરફથી દાખલ કરવામાં આવેલી જાહેર હિતની એક અરજી પર આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે તે આ કેસમાં કોઈના ગુણ-દોષ અંગે ટિપ્પણી કરવા માગતી નથી.

હુસૈને એક અરજીમાં શિયા અને સુન્ની વક્ફ બોર્ડને ખતમ કરી મુસ્લિમ વક્ફ બોર્ડ બનાવવાની માંગ કરી હતી. તેમની દલીલ હતી કે વક્ફ અધિનિયમની કલમ-13 (2) પ્રમાણે રાજ્ય સરકાર ઈચ્છે તો શિયા અને સુન્ની વક્ફ બોર્ડની અલગ-અલગ સ્થાપના કરી શકે છે. આ ત્યારે જ શક્ય છે કે જ્યારે પ્રદેશમાં શિયા વક્ફ બોર્ડની સંખ્યા કુલ વક્ફ કરતાં ઓછામાં ઓછા 15 ટકા હોય અથવા વક્ફની સંપત્તિથી શિયા વક્ફોની કુલ આવક 15 ટકા હોય.
આ અરજી પ્રમાણે પ્રદેશમાં ન તો શિયા વક્ફની સંપત્તિ 15 ટકા છે અને ન તો આ સંપત્તિથી કોઈ આવક પ્રાપ્ત થાય છે, જેને લીધે અધિનિયમની કલમ 13 (2) પ્રમાણે પ્રદેશમાં શિયા અને સુન્ની અલગ-અલગ વક્ફ બોર્ડની સ્થાપના વિધિને લઈ સહમત નથી. આ અરજીકર્તાના મતે 24મી સપ્ટેમ્બર,2019ના રોજ સરકારે પણ એક પ્રાર્થનાપત્ર આપી એવી માગ કરવામાં આવી હતી, જે અંગે કોઈ વિચાર કરવામાં આવ્યો ન હતો.