• Home
  • News
  • અમદાવાદમાં હાઇ-મોડરેટ રિસ્કવાળા દર્દી સંક્રમણ ફેલાવવામાં મુખ્ય કારણ, મોઢામાંથી નીકળતી લાળ પણ વાઈરસ ફેલાવે છે
post

સંક્રમણ અટાવવા ICMRના નેતૃત્વમાં શહેરમાં નેશનલ કોવિડ સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 12:43:18

અમદાવાદ: ભારતમાં કોરોનાવાયરસનું સંક્રમણ ક્યાં ક્યાં ફેલાયું છે એ જાણવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નેતૃત્વમાં નેશનલ કોવિડ સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે કરવા માટે દેશના વિવિધ રાજ્યોના 60 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ આ સર્વે હાથ ધરાયો હતો. જેમાં જાણવા મળ્યું છેકે, કોરોનાગ્રસ્ત દર્દીનું હાઇ રિસ્ક 7 ટકા છે જ્યારે મોડરેટ રિસ્ક 9 ટકા છે. જો તેને કન્ટ્રોલ કરવામાં આવે તો કોમ્યુનિટી ટ્રાન્સમિશનને રોકી શકાય છે. 

હાઇ રિસ્કવાળા દર્દીઓના લાળમાંથી પણ વાઈરસ ફેલાય છે
હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવાર કરતા મેડિકલ સ્ટાફ દ્બારા પૂરતી કાળજી રાખવા છતાં તેઓ કોરોનાનો ભોગ બને છે. કારણ કે તેઓ હાઇ રિસ્ક ધરાવતા દર્દીના સંસર્ગમાં આવે છે. સામાન્ય રીતે કોરોનાનો દર્દી ખાંસી કે છીંક ખાય ત્યારે વાઈરસ બહાર ફેલાય છે.  પરંતુ હાઇ રિસ્કવાળા દર્દીઓના મોઢામાંથી નીકળતી લાળમાં પણ વાઇરસ હોય છે. આ પ્રકારના દર્દીઓ જ્યારે બોલે ત્યારે પણ તેમના મોં માંથી વાઇરસ બહાર નીકળી હવામાં ફેલાયછે અને આ પ્રક્રિયાને સસ્પેન્સ ઇરોઝન કહેવામાં આવે છે. ઓછો રિસ્ક ધરાવતા 84 ટકા દર્દીઓ આસપાસ માસ્ક પહેરીને કે થોડી સાવચેતી રાખવામાં આવે તો વાઇરસનો ચેપ લાગતો નથી.

રાજ્યના પહેલા મહીસાગર સહિત ત્રણ જિલ્લામાં સર્વેની પસંદગી કરવામાં આવી હતી
આ સર્વે અંતર્ગત દરેક જિલ્લામાંથી રેન્ડમલી 400 લોકોના સેમ્પલ મળી 24000 લોકોના સેમ્પલ લેવામાં આવનાર છે. આ સેમ્પલ લેવામાં આવ્યા બાદ તેનો એન્ટી બોડી ટેસ્ટ કરાશે. જેના ઉપરથી જાણવા મળશે કે દેશની વસ્તીમાં કેટલી હદ સુધી કોરોનાવાયરસ ફેલાયો છે. સૌથી પહેલા રાજ્યના મહીસાગર, નર્મદા અને સાબરકાંઠા ત્રણ જિલ્લાની પસંદગી કરવામાં આવી હતી. મહિસાગર જિલ્લામાં આ સર્વેની કામગીરી હાથ ધરવા માટે રેન્ડમલી જિલ્લાના નવ ગામો અને બાલાસિનોર અર્બનની પસંદગી કરવામાં આવી હતી. જિલ્લાના જે નવ ગામોની પસંદગી કરવામાં આવી હતી. મહિસાગરમાં બે હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાંથી 140 વ્યક્તિ કોરોના પોઝિટિવ હતા. જે કોરોના પોઝિટિવના પરિવારજનો, પાડોશીઓ અને કોરોના શંકાસ્પદ હતા. 

ચારેય દિશાઓમાંથી રેન્ડમલી વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી
કામગીરી દરમિયાન દરેક ગામમાં વસવાટ કરતાં રહેવાસીઓની મુલાકાત લઇ ગામની ચારેય દિશાઓમાંથી રેન્ડમલી વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી. આ ટેસ્ટ કરવા પાછળનો મુખ્ય હેતુ SARS COVID-19 ની એન્ટી બોડીની ખબર પડવાની સાથે તેના કોમ્યુનિટીમાં ઇન્ફેકશન અંગેની જાણકારી મળી હતી .જે કોમ્યુનિટીમાં COVID-19 નો સામનો કરવા ટેસ્ટીંગ, કોન્ટેક્ટ ટ્રેસીંગ વિગેરે બાબતોની રૂપરેખા (સ્ટ્રેટેજી) ઘડવામાં પણ મદદરૂપ થઈ શકશે. આ સમગ્ર કામગીરી ICMR અને રાજ્ય આરોગ્ય વિભાગના સહયોગથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post