• Home
  • News
  • કંગનાના નિવેદન પર બબાલ:મુંબઈ જતી વખતે કંગનાને સુરક્ષા આપશે હિમાચલ પ્રદેશ સરકાર!, તેની બહેને સીએમને ફોન કરી હકીકત જણાવી
post

કંગનાના પિતાએ પોલીસને પત્ર લખ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 12:05:12

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રવિવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતને સુરક્ષા પૂરી પાડવા અંગે વિચારી રહી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર કંગનાને નવ સપ્ટેમ્બરે તેમના મુંબઈ પ્રવાસ દરમિયાન સુરક્ષા પૂરી પાડવા વિચારી રહી છે. ઠાકુરે કહ્યું કે કંગનાની બહેને શનિવારે મને ફોન કર્યો હતો અને તેમના પિતાએ ઔપચારિક રૂપે હિમાચલ પ્રદેશ પોલીસને પત્ર લખી તેમની દીકરીને સુરક્ષા આપવાનો આગ્રહ કર્યો હતો.

સંબિતનો રાઉત પર કટાક્ષ - હવેલીમાં એવું તો શું છે કે તોફાનની જ દિશા બદલી દેવા માગો છો
કંગના અંગે રાઉતના નિવેદન પર ભાજપ નેતા સંબિત પાત્રાએ કટાક્ષ કર્યો હતો. તેમણે ટ્વિટ કરી કે આ તો દુનિયા પૂછે છે કે આખરે એવું તો શું છે હવેલીમાં? જેના માટે તમે ડ્રગ્સ, ડેથ અને દગા નામના તોફાનની દિશા ગમે તે ભોગે બદલી દેવા માગો છો. ખરેખર રાઉતે ટ્વિટ કરી કહ્યું હતું કે મારી હિમ્મતને પારખવાની ગુસ્તાખી ન કરશો, પહેલાં પણ અનેક તોફાનોની દિશા બદલી ચૂક્યો છું. રાઉત અને કંગના વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post