• Home
  • News
  • 185 કરોડનું ટર્નઓવર ધરાવતી વરિયા એન્જિ.ના માલિક હિમાંશુ વરિયાનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
post

3 મહિના પહેલા હિમાંશુએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે નામજોગ અરજી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 08:53:12

અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને વટવા GIDCમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને આજે સાંજે વટવા જીઆઇડીસી ફેજ-4 પાસે ગાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. હાલમાં તેઓ એલજી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે અને હાલ તેઓ ભાનમાં છે. વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદ શહેરમાં બે મહિનામાં 5 જેટલા લોકોએ દવા પી આપઘાતનો પ્રયાસ કે ઘર છોડી જતા રહેવાના બનાવો બની ચુક્યા છે.

પરિચિત બાબુભાઇએ ઘટનાસ્થળે દોડી આવી હિમાંશુ વરિયાને હોસ્પિટલ પહોંચાડ્યા
હિમાંશુભાઈના નજીકના પરિચિત ધીરુભાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે સાંજે હિમાંશુએ સાંજે 5થી 6 લોકોને વોટ્સએપ કર્યા હતા જેમાં તેણે મને પણ કર્યો હતો. મેં તેને ફોન કર્યા હતા પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહતો. ફરી એક મેસેજ આવ્યો હતો અને તેમાં તેનો ફોટો હતો. જેથી મને કંઈક ખોટું થયુ છે તેવું લાગ્યું હતું. ત્યારબાદ મને તરત તેનો ફોન આવ્યો હતો અને હું દવા પી ગયો છું, મને માફ કરજો, મારા ઘરનાને સાચવજો તેમ કહ્યું હતું. હિમાંશું ગઈકાલે મને મળ્યો હતો અને કહ્યું હતું કે હું ત્રાસી ગયો છું જેથી મેં કહ્યું હતું કે તો ફરિયાદ કરી દે. 3 મહિના પહેલા હિમાંશુએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે નામજોગ અરજી કરી હતી. હિમાંશુએ દવા પી લીધી હોવાનો મેસેજ બાબુભાઇ નામના વ્યક્તિને પણ કર્યો હતો. બાબુભાઇ વટવામાં નોકરી કરતા હોવાથી અને નજીકમાં હોવાથી હિમાંશુને શોધતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં તેમણે હિમાંશુને કારમાં દવા પીધેલી હાલતમાં જોયો હતો અને મારા કોલ પણ હિમાંશુના મોબાઇલમાં આવી રહ્યા હોવાથી તેમણે ફોન ઉપાડ્યો હતો અને હિમાંશુ દવા પીધેલી હાલતમાં હોવાનું મને જણાવ્યું હતું. જેથી મેં બાબુભાઇને કહ્યુ કે તમે તાત્કાલિક હિમાંશુનો હોસ્પિટલ લઇ જાવ. તેથી તેઓ હિમાંશુને તેની કારમાં હોસ્પિટલ લઇ ગયા હતા.


હિમાંશુ વરિયાએ આત્મહત્યાના પ્રયાસ પહેલા સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટ મુકી હતી. જે અક્ષરશ: નીચે પ્રમાણે છે.
ધીરુકાકા
હું મારી લાઇથી કંટાળી ગયો હતો.
SBI
ના DGM રમાકાંત તિવારીએ મારી રનિંગ 50 વર્ષ જૂની કંપનીને એના ઇગો ને લીધે CD-R રિસ્ટ્રક્ચર્ડ કરી હતી તો પણ એક વર્ષ સુધી જોઇન્ટ ડોક્યુમેન્ટ સાઇન કરવા દીધા. એટલે મારી 50 વર્ષ જૂની કંપની અને 25 વર્ષની મહેનત ટેકનિકલ NPA થઇ ગઇ, એટલેથી ના અટકતા SBIના અધિકારીઓએ બ્રાન્ચનું NPA ના દેખાય એટલા માટે CD-R ની સ્કિમને જોઇન્ટ ડોક્યુમેન્ટ સાઇન કર્યા નહતા તો પણ હાફ ઇમ્પ્લિમેન્ટ કરી SBIની આજ ભુલને કારણે SBIના ઓડિટર્સે કંપની ટેકનિકલ NPA કરી. એમાં મારો કે મારી કંપનીના 500 એમ્પ્લોઇ અને એમના ફેમિલીનો શું વાંક હતો?

કાકા પછી કંપનીને બચાવી અને ફરીથી શરૂ કરવાના ચક્કરમાં હું વ્યાજખોરના ચક્કરમાં આવ્યો અને ત્યાર બાદ હું એને વ્યાજ ભરવા માટે અમદાવાદના માથાભારે વ્યાજખોરોના ચક્કરમાં ક્યારે ફસાઇ ગયો એની મને ખબર ના પડી. મારો ફ્લેટ સુદ્ધાં લોકોએ લખાવી લીધો છે. મારી ગાડીઓ પણ લઇ લીધી છે. મારી વાઇફના ઘરેણાં તેમજ મારી મમ્મીના ઘરેણા પણ લોકોના વ્યાજ ભરવામાં વેચાઇ ગયા છે. મુડી કરતા 10થી 20 ગણું મેં વ્યાજ ચુકવી દીધું છે પણ મને લોકો માનસિક ટોર્ચક કર્યા કરે છે.

એક વખત હતો જ્યારે અમારા સમાજના વર્ષમાં 10 છોકરાને IASની પરીક્ષા માટે તમામ ખર્ચ ઉપાનાર હિમાંશુ વરિયા આજે એને પોતાના છોકરાની ફી ભરવાને લાયક પણ નથી રહ્યો.

કાકા મને હતું કે હું બધું ઓકે કરી દઇશ પણ હવે Drt, લિક્વેડિટર અને બેંકના અધિકારીઓએ મળીને મારી 500 કરોડથી પણ વધુ કિંમતની પ્રોપર્ટીને પાણીના ભાવે વેચી રહ્યા છે. SBIના અધિકારીઓને કોઇ પૂછવાવાળું નથી કે કોના કેવાથી SBIના અધિકારીઓએ CD-R એપ્રિવ્ડ કંપનીને એક વર્ષ સુધી ઇમ્પ્લિમેન્ટ ના કરી?

સેજલને કહેજો એના ભાઇ તારક સાસે લંડન જતી રહે, ક્રિશને ભણાવે પણ ઇન્ડિયામાં ક્યારેય પણ પાછા આવે. અહીં સાચાને સાચા કહેવાના પૈસા લાગે છે અને 5 લાખથી વધારે લોકોને રોજગાર ઉભો કરનારની પણ કોઇ કિંમત નથી.

ઘીરુકાકા આઇ એમ સોરી

આશા, અમર, વિનોદ, બાબુ કાકા અને મારા પર ભરોસો રાખી મારો સાથના છોડી જનારા મારા મિત્રો અને અમ્પ્લોઇ બધાની હું માફી માંગુ છું.

હવે મારીથી વ્યાજખોરોનો ત્રાસ સહન થતો નથી.

મમ્મી પપ્પા સોરી

સોરી

ક્રિશ લાઇફમાં NO (નો) કહેતા શીખજે
મારી કોઇને ના નહીં પાડી શકવાની આદતને લીધે આજે મને વ્યાજખોરોએ અહીં સુધી પહોંચાડી લીધો છે. મમ્મી, દાદા અને બા નું ધ્યાન રાખ જે.

ધીરુ દાદાને સાથે રાખજે, આપડા કોઇ પણ રિલેટિવ પર ટ્રસ્ટ ના કરીશ. મામા અને મામી કે અમ કહે અમ કરજે.

ધીરુ કાકા સોરી હુ રિયલ મા વ્યાજખોરોથી થાકી ગયો છું.

હિમાંશુ વરિયા

વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડની પ્રોફાઇલ

વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ વર્ષ 2000માં કંપની એકટ હેઠળ રજીસ્ટર થઈ હતી
રી રોલિંગ મિલ્સ મશીનરી, સ્ટેનલેસ સ્ટીલની સ્ટ્રીપ અને કોઈલ બનાવતી વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ વર્ષ 2000માં કંપની એકટ હેઠળ રજીસ્ટર થઈ હતી. સેકન્ડ જનરેશન ગણાતી કંપનીની બાગડોર ત્યારથી હિમાંશુ વરિયા હસ્તક આવી હતી. પહેલા કંપનીમાં ડાયરેક્ટ અને ત્યાર બાદ મેનેજીંગ ડાયરેકટર તરીકે તેમણે કારભાર સંભાળ્યો હતો. તેમનો પરિવાર પાછલા 45 વર્ષથી સ્ટીલ અને એન્જિનિયરિંગ ને લગતા વ્યવસાય સાથે સંકળાયેલો છે.

હિમાંશુ વરિયા વિરુદ્ધ કેનેરા બેંકની સબસિડીયરીએ ફ્રોડનો ક્રિમીનલ કેસ કર્યો હતો
મળતી વિગતો મુજબ 2015માં કંપનીનું ટર્નઓવર રૂ. 185 કરોડ હતું. વર્ષમાં કંપનીએ દેશનો પહેલી 6-સ્ટેન્ડ રોલીંગ મિલનો પ્લાન્ટ શરૂ કર્યો હતો જેમાં રૂ. 150 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું. જોકે, વરિયા એન્જિનિયરિંગ માટે 2016નું વર્ષ ખરાબ પરિસ્થિતિઓ વાળું રહ્યું. સમયમાં કંપની અને હિમાંશુ વરિયા સહિતના સંચાલકો વિરુદ્ધ કેનેરા બેંકની સબસિડીયરીએ ફ્રોડનો એક ક્રિમીનલ કેસ દાખલ કર્યો હતો અને તેમાં હિમાંશુ વરિયાની ધરપકડ પણ કરવામાં આવી હતી. સિવાય સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તેમના પ્લાંટને પણ જપ્ત કરી સિલ માર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી વરિયા એન્જિનિયરિંગ અને બેન્કો વચ્ચે સતત વિવાદ રહ્યો છે અને કારણોસર સમયસર લોનનું રિપેમેન્ટ નહિ કરી શકતા તેને ઈનસોલ્વન્સીનો સામનો કરવો પડ્યો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post