• Home
  • News
  • હોળી-ધુળેટીના તહેવારને પગલે 108ની સંખ્યા વધી, અ'વાદમાં 20 સહિત રાજ્યમાં 587 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે
post

બે દિવસમાં ખાસ કરીને આદિવાસી પંથકમાંથી ઈમરજન્સી કોલ વધારે આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-09 11:56:29

અમદાવાદ: હોળી-ધુળેટીના તહેવારને પગલે તંત્રએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી બે દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યભરની મોટાભાગની પ્રાઈવેટ હોસ્પિટલ બંધ રહે છે. તેવામાં તહેવાર સમય જો કોઇ દુર્ઘટના ઘટે ત્યારે દર્દીને સમયસર સારવાર અપાવવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે. જેને ધ્યાનમાં રાખતા આજથી બે દિવસથી 108 ઈમજન્સી સર્વિસને વધારવાની તૈયારી કરી છે. અમદાવાદમાં 20 સહિત રાજ્યભરમાં 587થી વધુ 108 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે.

તમામ સરકારી હોસ્પિટલોમાં પણ 108નો સ્ટાફ ઉપસ્થિત રહેશે
હોળી-ધૂળેટીના દિવસે યંગસ્ટરોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળે છે. ડીજે પાર્ટી સહિતના સેલેબ્રિસન રાજ્યભરમાં થતા હોય છે. ત્યારે આ બે દિવસમાં દર્દીઓ તેમજ દુર્ઘટનાને લખતા ઈમરજન્સી કોલની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. ખાસ કરીને આદિવાસી પંથકમાંથી કોલ વધારે આવે છે. જેના પગલે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં પણ 108નો સ્ટાફ ઉપસ્થિત રહેશે. જેથી દર્દીને સમયસર યોગ્ય સારવાર મળી શકે. હોળી અને ધૂળેટીના તહેવારમાં ટ્રાયબલ એરીયામાં એસોલ્ટ કેસો વધતા હોય છે. ત્યારે તંત્રએ હોસ્પિટલો સાથે સંકલન કરીને કોઇ જાનહાની વગર હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવાય તેની તૈયારીઓ પૂર્ણ કરી છે.

સામાન્ય દિવસ કરતા આ બે દિવસમાં ઈમરજન્સી કેસમાં 5થી 16 ટકાનો વધારો સંભવ
ધૂળેતીના દિવસે વહેલી સવારથી લોકો કલર અને પાણી સાથે રોડ પર દોડતા જોવા મળે છે. ખાસ કરીને અમદાવાદમાં ધૂળેટીનો વધારે ક્રેજ જોવા મળે છે. શહેરના મોટાભાગના ક્લબોને ખાસ ધૂળેટી માટે એડવાન્સમાં બૂક કરી દેવામાં આવે છે. જેના પગલે અમદાવાદમાં 108ની 20 એમ્બ્યુલન્સ વધારવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે રાજ્યભરમાં આ બે દિવસમાં ઈમરજન્સી કેસમાં 5થી 16 ટકાનો વધારો થાય તેવી શક્યતાઓ છે.

સરકારે કોરોના વાઈરસને પગલે સ્વાસ્થની ખાસ તકેદારી રાખવા જણાવ્યું
હાલમાં વિશ્વભરમાં કોરોના વાઈરસનો કહેર વર્તી રહ્યો છે. ત્યારે સરકારે પણ માસ્ક, સેનિટાઇઝર તેમજ ગ્રુપમાં વધારે ન રહેવાની સૂચના આપી છે. જોકે હોળી-ધૂળેટીમાં તે શક્ય બની શકે તેમ નથી. ધૂળેટીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ સેલેબ્રિશન કરતા હોય છે. હાલમાં રાજ્યમાં કોરોનાનો એકપણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. છતા તંત્ર દ્વારા રાજ્યભરના એરર્પોટ તેમજ જ્યાં વધારે ભીડ જામે છે તેવા સ્થળો પર પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. તેમજ સ્થાનિકોને ઉજવણી વખતે પોતાના સ્વાસ્થની ખાસ તકેદારી રાખવા જણાવ્યું છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post