• Home
  • News
  • ફાઈનલ મેચ દરમિયાન સુરક્ષામાં ચૂક મામલે ગૃહ વિભાગ એક્શનમાં, મેદાનમાં ઘુસ્યો હતો પેલેસ્ટાઈન સમર્થક
post

યુવકે વિરાટ કોહલીને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-20 17:42:00

Home department in action : અમદાવાદમાં ગઈકાલે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતની બેટિંગ દરમિયાન એક યુવક સુરક્ષાકર્મીઓને ચકમો આપીને મેદાનમાં ઘુસી ગયો હતો અને વિરાટ કોહળીને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે તરત જ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ સમગ્ર ઘટનાની નોંધ રાજ્યના ગૃહ વિભાગે લીધી છે અને અમદાવાદ શહેર પોલીસ અધિકારીઓને ગાંધીનગર બોલાવ્યા છે.

ફાઈનલ મેચમાં અચાનક યુવક મેદાનમાં આવી પહોંચ્યા

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. આ મેચમાં ભારતની બેટિંગ ચાલી રહી હતી ત્યારે એક ઘટના બની હતી જેમાં એક યુવક અચાનક જ સુરક્ષાકર્મીઓેને ચકમો આપીને છેક પીચ સુધી પહોંચી ગયો હતો અને વિરાટ કોહળીને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તરત જ સુરક્ષાકર્મીઓ ત્યા પહોંચી ગયા હતા અને યુવકને ચાંદખેડા પોલીસને હવાલે કર્યો હતો. ચાંદખેડા પોલીસે આ યુવક સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

ગૃહ રાજ્યમંત્રી અધિકારીઓ સાથે કરશે ચર્ચા

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર યુવક પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવકનું નામ વેન જોનશન જાણવા મળ્યુ હતું એને તે મુળ ઓસ્ટ્રેલિયાનો હોવાનું સામે આવ્યું છે. આ સુરક્ષામાં થયેલી ચૂકની નોંધ રાજ્યના ગૃહ વિભાગે લીધી છે અને ગૃહ રાજ્યમંત્રી અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ને છ વિકેટે પરાજય આપીને છઠ્ઠી વખત વિશ્વ ચેમ્પિયન બની હતી. 

adv

Related News

post
post
post
post
post
post
post